Site icon Gramin Today

ડાંગ જિલ્લામા મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબતે જનતા જોગ સંદેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

ડાંગ જિલ્લામા મતદારયાદી સુધારણા કાર્યક્રમ:

(ડાંગ માહિતી બ્યુરો)  આહવા:  ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા તારીખ ૧લી જાન્યુઆરી ૨૦૨૧ ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.

જે અંતર્ગત ડાંગ જિલ્લામા આવેલા તમામ મતદારોને મતદારયાદી સુધારણા અંગે જાણકારી મળી રહે તે હેતુસર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા સ્વીપ નોડલ અધિકારી શ્રી એમ સી ભુસારા દ્વારા મતદારોને પોતાની મતદારયાદીમાં નામમાં સુધારો કરાવવો, નામ કમી કરાવવું, નામમાં ફેરફાર કરાવવું કે ફોટો બદલાવવા જેવી બધી જ કામગીરી હાલ વિના મુલ્ય કરવામાં આવી રહી છે.

આ કામગીરી મતદાર/વ્યક્તિ પોતે જાતે પણ કરી શકે છે,  જે માટે www.vote/portal,eti.gov.in વેબ સાઇટના માધ્યથી પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહી તેની પણ ચકાસણી કરી શકાય છે. તથા આ કામગીરી માટે voter Helpline એપ ડાઉનલોડ કરી તમામ પ્રકારના સુધારો કરી શકાય છે. આ કામગીરી ગ્રામ્ય કક્ષાએ હાલ જે તે જગ્યા  સરકાર દ્વારા નિયુક્ત થયેલ છે તે   મતદાન મથકે સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૫:00 વાગ્યા સુધી કરવામાં આવી રહી છે,

ડાંગ જિલ્લા ખાતે “મતદારયાદી સુધારણા કાર્યક્રમનો બહોળો પ્રચાર થાય અને મતદારો પોતાની મતદારયાદીમાં સુધારો કરી શકે અને કોઇ પણ મતદાર પોતાની મતદારયાદીમાં સુધારો કરવા બાકી રહી ન જાય તેવી બહોળો પ્રસિદ્ધિ અર્થે facebook, twitter જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારયાદી સુધારણા અંગે બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે. એમ, શ્રી ભૂસારા દ્વારા જણાવાયું છે.

Exit mobile version