શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ રામુભાઈ માહલા,
ડાંગ જિલ્લાના એક ગામમાં પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી મહિલા અભ્યમ ટીમ ડાંગ
ડાંગ: આજરોજ એક પીડિત બેન નો 181 હેલ્પલાઇન પર ફોન આવેલ તેમના જણાવ્યા મુજબ તેમના પતિ તેઓને માનસિક ત્રાસ આપે છે જેથી તેઓને સમજાવવા માટે 181 વાન ની જરૂર હોય બેનના જણાવ્યા મુજબ તેમના પતિ તેમને અન્ય પુરુષ સાથે વહેમ કરી અવર નગર છુટાછેડા આપવાની ધમકી આપતા હોય અને તું અહીં ઘરમાંથી નીકળી જા કહેતા હોય જેથી તેઓના પતિને સમજાવવા માટે 181 ટીમને ફોન કરી મદદ માગી હતી. આ પીડિત બેનની વાત સાંભળ્યા બાદ અભયમ ટીમ ડાંગ સામા પક્ષ મહિલાના પતિને સમજણ આપતા કાયદાકીય માહિતી આપી અને પત્નીના હક્કો અને અધિકારો વિશે માહિતી આપી તેમ જ આજ પછી આવો ઝઘડો નહીં થાય તેની તેના પતિએ બાંહેધરી આપેલ છે મહિલાના પતિને તેમની ભૂલ સમજતા તેઓ પત્ની પત્નીને સારી રીતે રાખશે જેની આજરોજ બાંહેધરી આપેલ છે, અને પોતાની ભૂલ સ્વીકારી માફી માગેલ છે આમ મહિલા અભ્યમ ડાંગ ટીમે પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરાવેલ હતુ.