શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા પ્રાકૃતિક પ્રવાસન સ્થળ નો વિકાસ બાદ પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. તે વચ્ચે ગતરોજ ડાંગ જિલ્લાનાં કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજાયો વનકર્મીઓનો તાલીમ વર્ગ યોજાયો હતો.
આહવા: તા: ૪: વનોના જતન અને સંવર્ધન સાથે સંકળાયેલા દક્ષિણ ડાંગ વન વિભાગના ફ્રન્ટ લાઈનર વનકર્મીઓના ક્ષમતા વર્ધન માટે તાજેતરમા કિલાદ કેમ્પ સાઇટ ખાતે એક તાલીમી વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી મનીશ્વર રાજા, અને સુરત વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી સી.કે.સોનવણેની પ્રોત્સાહક ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ તાલીમ વર્ગમા દક્ષિણ ડાંગ વન વિભાગના પાયાના વનકર્મીઓ એવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરો, ફોરેસ્ટરો, ફોરેસ્ટ ગાર્ડ, સહિત વન કર્મચારીઓને તજજ્ઞો દ્વારા હકારાત્મક વલણ, વ્યક્તિત્વ વિકાસ, યોગા, આયુર્વેદા વિગેરે બાબતે તાલીમબદ્ધ કરાયા હતા.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આયોજિત આ તાલીમ વર્ગ દરમિયાન ઉપસ્થિત ઉચ્ચાધિકારીઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમના હોસલાને બુલંદ કર્યો હતો. આ વેળા ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા સહિત ઉચ્ચ વનાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.