Site icon Gramin Today

ડાંગમાં ICDS વિભાગ દ્વારા માતાઓ અને બાળકોના આરોગ્ય માટે પોષણ જાગૃતી ઉત્સવ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં ICDS વિભાગ દ્વારા માતાઓ અને બાળકોના આરોગ્ય માટે પોષણ જાગૃતી ઉત્સવ યોજાયો:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : આંગણવાડી કેન્દ્ર મારફત અપાતા ટી.એચ.આર (માતૃ શક્તિ, બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ), મિલેટ(શ્રી અન્ન) અને સરગવાનાં પોષણ મૂલ્યો અંગેની જાગૃતતા અને તેના ઉપયોગ અંગે પ્રોત્સાહન મળે તે હેતુથી ડાંગ જિલ્લામાં દરેક સેજા કક્ષાએ “પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટીક ખાદ્યોનો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે. જે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી, પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વોયુક્ત ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ) દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પુરુ પાડવા માટે આપવામાં આવે છે.

આઇસીડીએસના તમામ લાભાર્થી તથા છેવાડાના લોકો સુધી ટેક હોમ રાશન, મિલેટ અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિશેની જાગૃતતા કેળવાય તેમજ આંગણવાડી કેન્દ્ર મારફત આપતા ટી.એચ.આર., મિલેટ અને સરગવાનાં પોષણ મૂલ્યો અંગેની જાગૃતતા અને તેના ઉપયોગ અંગે પ્રોત્સાહન મળે તે હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬” અંતર્ગત ટી.એચ.આર. અને મિલેટમાંથી બનતી “પૌષ્ટીક વાનગી સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. મિલેટ (શ્રી અન્ન) નાના દાણાવાળા ધાન્ય પાકોનું જુથ છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, નાગલી(રાગી), કાંગ, ચેણો, બંટી(સામો), કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે.

મિલેટ આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મ ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાદ્યોની મદદથી બનતી પૌષ્ટીક વાનગી/ખોરાકનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભઆશયથી પોષણયુક્ત વાનગીઓની સેજા કક્ષાએ પૌષ્ટીક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભાગ લીધેલ આંગણવાડી કાર્યકર અને લાભાર્થીને ટી.એચ.આર.વાનગીમાંથી પ્રથમ, દ્રિતિય અને તૃતિય અને મિલેટ વાનગીમાંથી પ્રથમ, દ્રિતિય અને તૃતિય વિજેતા ક્રમ આપી પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બહોળા પ્રમાણમાં લોકો સુધી ટી.એચ.આર., મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવામાંથી મળતા પોષણ મૂલ્યો અંગેની જાગૃતતા અને તેના ઉપયોગ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તેમજ તેની ઉપયોગિતા વિશે સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

Exit mobile version