Site icon Gramin Today

ડાંગમાં હવે શક્ય બન્યું કોરોના ટેસ્ટીંગ! જીલ્લા કલેકટરશ્રી દ્વારા ટેસ્ટીંગ મશીનનું ઉદ્ઘાટન:

કોરોના કહેરમાં ડાંગની જનતા માટે આંનદોત્સવ ગુજરાત સરકાર દ્વારા ડાંગનાં મુખ્ય મથક આહવા ખાતેની  જનરલ હોસ્પીટલમાં હવે કોરોના કોવીડ-૧૯ પ્રાથમિક ટેસ્ટીંગ અને ટી.બી.નાં દર્દીઓનું પ્રાથમિક ટેસ્ટીંગ શક્ય બન્યું  ઘરઆંગણે!

ડાંગમાં હવે શક્ય બન્યું કોરોના ટેસ્ટીંગ! જીલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોર સાહેબ  દ્વારા કરવામાં આવ્યું ટેસ્ટીંગ મશીનનું  ઉદ્ઘાટન: કોરોના કહેરમાં ડાંગની જનતા માટે આંનદોત્સવ ગુજરાત સરકાર દ્વારા ડાંગનાં મુખ્ય મથક આહવા ખાતેની  જનરલ હોસ્પીટલમાં હવે કોરોના કોવીડ-૧૯ પ્રાથમિક ટેસ્ટીંગ અને ટી.બી.નાં દર્દીઓનું પ્રાથમિક ટેસ્ટીંગ હવે ઘરઆંગણે!  કોરોના કોવીડ-૧૯ પ્રાથમિક ટેસ્ટીંગ ઉદ્ઘાટન પ્રસંગે જીલ્લા કલેકટરે કહ્યું કે આપણા ડાંગ જીલ્લામાં આરોગ્યની સુવીધામાં વધારો થયો છે, ડાંગના લોકોની સુખાકારી માટે આરોગ્ય વિભાગની ટીમનો સરહાનીય પ્રયાસ  છે,  અધિક જીલ્લા  આરોગ્ય અધિકારી ડો. સંજય શાહએ જણાવ્યું કે પહેલાં કોરોના કોવીડ-૧૯નાં  ટેસ્ટીંગ માટે લેવાયેલાં સેમ્પલોને સુરત જીલ્લા ખાતે મોકલવામાં આવતાં હતાં તે હવે કોરોના કોવીડ-૧૯નાં  લક્ષણો ધરાવતાં દર્દીઓની પ્રાથમિક ટેસ્ટીંગ તપાસ આહવા ખાતે જ થઇ જશે, જે થી ડાંગનાં લોકોની સારવાર માટે ઝડપથી નિદાન થશે અને ડાંગ જીલ્લો હંમેશા કોરોના મુક્ત બની રહશે તેવાં અમારા પ્રયાસ રહશે,  જનરલ સિવિલ હોસ્પીટલની લેબોરેટરીમાં આ કોરોના કોવીડ-૧૯ પ્રાથમિક ટેસ્ટીંગ અને ટી.બી.નાં દર્દીઓનું પ્રાથમિક ટેસ્ટીંગ મશીન જીલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરી જન સેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું આ પ્રસંગે ડો.રશ્મિકાંત કોકણી અને રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત,  તાલુકા આરોગ્ય અધિકારી ડો.પાઉલ વસાવા, લેબ ટેકનીશ્યન પરિમલ પટેલ સહીત હોસ્પીટલના અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version