Site icon Gramin Today

ડાંગમાં બાળલગ્ન અટકાવાવમાં સફળ રહેલ અભયમ 181મહિલા હેલ્પલાઇન ટીમ !

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ બ્યુરો ચીફ રામુભાઈ માહલા

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના એક ગામમા 15વર્ષની દીકરીના લગ્ન થઈ રહ્યા છે તે મુજબની માહિતી આપતો કોલ 181મહિલા હેલ્પલાઇનને મળતા અભયમ રેસ્ક્યુ વાન આહવા તાત્કાલિક સમય સુચકતા વાપરી લગ્ન સ્થળે પહોંચી બાળલગ્ન અટકાવવામાં સફળ રહ્યા હતા.  દીકરીની 15વર્ષની ઉંમર આધારકાર્ડમાં  દર્શાવેલ  હોવાથી લગ્નના થઈ શકે તેમ અધિકારીએ  જણાવતા બંને પક્ષની મંજુરી  થતાં બંને પુખ્ત વયનાં નહિ થાય ત્યાં સુધી લગ્ન મોકૂફ રાખ્યા હતાં.
આ કિસ્સામાં રસપ્રદ બાબત એ હતી કે કન્યા સગીર વયની છે જેના લગ્ન થતા તેમના પરિવાર તરફથી  વિરોધ પણ થયો હતો.

ગુજરાત રાજ્યમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે હાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીઓ ફરજો બજાવે છે.

Exit mobile version