Site icon Gramin Today

ડાંગના યુવાઓ માટે સુવર્ણ તક: T.R.B. ની ૫૪ જગ્યાઓ માટે ભરતી જાહેર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના યુવાઓ માટે સુવર્ણ તક: T.R.B. ની ૫૪ જગ્યાઓ માટે ભરતી જાહેર

ફોર્મ ભરેલાં અથવા ફોર્મ ભરવાના બાકી ઉમેદવારો પણ ભરતીમાં ભાગ લઈ શકશે:

તારીખ ૭ માર્ચના રોજ વ્યારા ખાતે યોજાશે ભરતી પ્રક્રિયા:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના યુવાઓ માટે ટી.આર.બી. (T.R.B) ની કુલ-૫૪ જગ્યાઓની ભરતી માટે ફોર્મ ભરેલ ઉમેદવારો અને જે ઉમેદવારોએ ટી.આર.બી. (T.R.B) માનદ સેવક તરીકે જોડાવા અંગેના ફોર્મ ભરવા પર બાકી છે અથવા તો નથી ભરેલ તેવા તમામ ડાંગ જિલ્લાના તમામ પુરૂષો/મહિલાઓ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.

ટી.આર.બી.(T.R.B) ભરતી અંગેની શારીરિક પરીક્ષા માટે તા.૦૭/૦૩/૨૦૨૬ ના ક.૦૭/૦૦ વાગ્યે “સરકારી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, લાઇબ્રેરીની પાછળ, ફાયર સ્ટેશનની બાજુમાં, મુસા રોડ, કાનપુરા વ્યારા, તા.વ્યારા, જિ.તાપી ગ્રાઉન્ડ” ખાતે ભરતી પ્રક્રિયા યોજાનાર છે.

આ ભરતીમાં ભાગ લેનાર ઈચ્છુંક ઉમેદવારોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે. જેમાં ૧.ધોરણ-૧૦ પાસ કે તેથી વધુ, ૨.લીવીંગ સર્ટી ફિકેટ, ૩.આધાર કાર્ડ, ૪.બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને અન્ય NCC સર્ટીફીકેટ, રાજય કક્ષા અથવા રાષ્ટ્રીય કક્ષાના રમતના મેળવેલ પ્રમાણ પત્રો જો હોય તો, આ શૈક્ષણિક લાયકાતના ફરજીયાત ડોક્યુમેન્ટ સાથે રાખવા.

ટી.આર.બી (T.R.B) ની આ ભરતીમાં ઉંમર મર્યાદા ૧૮ થી ૪૦ વર્ષ રહેશે, તેમજ ઊંચાઈ: પુરુષો માટે ઓછામાં ઓછી ૧૬૨ સે.મી., મહિલા માટે ૧૫૦ સે.મી. નક્કી કરવામાં આવેલ છે. તેમ ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયદીપ એચ.સરવૈયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version