Site icon Gramin Today

ડાંગના મોટી દબાસ ગામના મૃતકના વારસદારને દસ લાખની સહાયનો ચેક‌ અર્પણ કરાયો :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના મોટી દબાસ ગામના મૃતકના વારસદારને દસ લાખની સહાયનો ચેક‌ અર્પણ કરાયો :

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ મોટી દબાસ ગામના રહેવાસી શ્રી જીતેશભાઇ સિતારામભાઇ જાદવ, જેઓનું ગત દિવસોમાં વન્યપ્રાણીના હુમલાંને કારણે મોત નિપજ્યુ હતું. જેઓનો મૃતદેહ PF ૧૫૩ વાસુર્ણા ગામની સિમ માંથી મળી આવ્યો હતો. જેથી ચિખલી રેંજ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતકના વારસદાર ને આજરોજ ચેક સહાય પેટે આપવામાં આવ્યો છે.

તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે મૃતક પરિવારને મળીને સાંત્વના આપી હતી. તેમજ મૃતક ના વારસદાર શ્રીમતી મીરાબેન જીતેશભાઇ જાદવને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ રૂા.૧૦,૦૦,૦૦૦/-ની સહાયનો ચેક વિતરણ કર્યો છે.

આ પ્રસંગે સામજીક આગેવાનો શ્રી હિરાભાઇ રાઉત, શ્રી સુભાસભાઇ ગાઇન તેમજ ચિખલી રેંજના આર.એફ.ઓશ્રી સરસ્વતી ભોયા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version