Site icon Gramin Today

જુગારનો રોકડ રૂપિયા ૧૧,૩૦૦/-નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, અંકલેશ્વર ધર્મિતકુમાર પટેલ 

ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં જુગારનો રોકડ રૂપિયા ૧૧,૩૦૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર રૂરલ પોલીસ:

અંકલેશ્વર: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ, વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ભરૂચની તરફથી જિલ્લામાં પ્રોહિ / જુગારના ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ભોજાણી સાહેબ અંકલેશ્વર વિભાગના ના માર્ગદર્શન હેઠળ
વિગતો : આજ રોજ અમો તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા દઢાલ ઓ.પી.ના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં બનતા પ્રોહિ / જુગારનો ગુનાઓ શોધી કાઢવા સારૂ દઢાલ ઓ, પી.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ અ.હે.કો. શૈલેષભાઇને હકિકત મળેલ કે દઢાલ ગામ ખાડી ફળિયામાં અંકલેશ્વર રહેવાસી યાસિન નામનો ઇસમ જાહેરમાં આંક ફરકના આંકડા લખી લખાવી હારજીતનો જુગાર રમી રમાડે છે. જે આધારે સદર જગ્યા ઉપર રેડ કરતા સ્થળ ઉપર બે ઇસમો (૧) યાસિન ગુલામ વશી ઉ.વ.૪૪ રહે – રોયલ રેસીડેન્સી અંક્લેશ્વર જિ.ભરુચ (૨) પ્રતિકસિંહ અજીતસિંહ ચૌહાણ ઉ.વ.૨૨ રહે – નવા પુનગામ નિશાળ ફળિયુ તા.અંક્લેશ્વર જિ. ભરૂચનાઓ રોકડ રૂપિયા કુલ ૧૧,૩૦૦/- તથા જુગાર રમવાના સાધનો સાથે પકડાઇ ગયેલ જે બંને આરોપીઓને જુગારધારા કલમ ૧૨ અ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે,

ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓના નામ : – (૧) પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઓ.પી.સિસોદીયા, (૨) પો.સ.ઇ. શ્રી પી.આર.ગઢવી (3) એ.એસ.આઇ. હરભમસિંહ જયવીરસિંહ (૪) અ.કે.કો. શૈલેષભાઇ પાંચિયાભાઇ (૫) અ.હે.કો. હરેન્દ્રભાઇ ભીખાભાઇ (૬) આ.પો.કો. દેવરાજભાઇ દાનાભાઇ (૭) અ પો.કો, અનિરૂધ્ધભાઇ વલકુભાઇ (૮) આ.પો.કો. રવિન્દ્રસિંહ મહેન્દ્રસિંહ

Exit mobile version