Site icon Gramin Today

જીલ્લામાં પ્રથમ આવનાર વસાવા માર્મિક PR.99.87% તેમજ દ્વિતિય આવનાર પટેલ હિરલ PR.99.79% ને અભિનંદન!

શ્રોત: ગ્રામીણ ટુડે,નર્મદા સર્જનકુમાર વસાવા.

નર્મદા જિલ્લાનું ધો.10નું 61.01% પરિણામ  વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં  આનંદોત્સવ: જીલ્લામાં ધો.10માં 6787 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, રાજ્યમાં બનાસકાંઠાનું સખેડા કેન્દ્ર ૯૪.૧૮% અને સુરત જીલ્લો ૭૪.૬૬% મોખરે;  સારું રિજલ્ટ ન લાવનારે વિચારવું કે  પરિણામ SSC પરીક્ષાનું આવ્યું છે આપણા જીવનનું નથી!  માટે દરેક વિદ્યાર્થીએ પ્રયત્ન ચાલુજ રાખવાનો છે તમને પણ સફળતા નક્કી પ્રાપ્ત થશેઃ 

નર્મદા જિલ્લામાં પ્રથમ આવનાર વસાવા માર્મિક ધિરેન્દ્રભાઈ PR.99.87%(A1)

દ્વિતિય નંબરે આવનાર પટેલ હિરલ અશ્વિનભાઈ PR.99.79%(A1)ને  અભિનંદન સહ ઉજ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ.

નર્મદા  જિલ્લામાં  શાળાઓનાં  પરિણામની વાત કરીએ તો 100% પરિણામ વાળી 9 શાળા. 30% થી ઓછું પરિણામ લાવનારી શાળા 19. તેમજ 10% થી ઓછું પરિણામ લાવનારી શાળામાં 4 નો સમાવેશ થાય છે.

નર્મદા જિલ્લામાં ધો.10માં 6787 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી. A1ગ્રેડ માં 3 અને A2ગ્રેડ માં 65 વિદ્યાર્થીઓ,
B1ગ્રેડ માં 237 વિદ્યાર્થીઓ,  B2ગ્રેડ માં 635 વિદ્યાર્થીઓ, C1ગ્રેડ માં 1465 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડ માં 1470 વિદ્યાર્થીઓ,
Dગ્રેડ માં 253 વિદ્યાર્થીઓ, E1ગ્રેડ માં 1380 વિદ્યાર્થીઓ, E2ગ્રેડ માં 1264 વિદ્યાર્થીઓ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે..

નર્મદા જિલ્લાનું ધો.10નું 61.01ટકા પરિણામ .જે ગત વર્ષ કરતા 5.55% જેટલું ઓછું આવ્યું હોવાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશીની સાથે થોડું ચિંતાજનક બાબત, પ્રાપ્ત માહિતી મુજબ  2019નું જિલ્લાનું પરિણામ 66.56% આવ્યું હતું.  ગ્રામીણ ટુડે ન્યુઝ તરફથી સર્વે વિદ્યાર્થીમિત્રોને ખુબ ખુબ અભિનંદન સાથે સફળ ભવિષ્યની શુભેચ્છાઓ. 

Exit mobile version