શ્રોત: પ્રેસનોટ નર્મદા બ્યુરો ચીફ સર્જનકુમાર વસાવા
નોવેલ કોરોના વાયરસ (COVID-19) જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી એકજ પરિવરના ૩ સભ્યોએ કોરોનાને આપી માત. તંત્ર અને આરોગ્યકર્મીઓમાં ખુશીનો માહોલ:
રાજપીપલા મુખ્ય મથકે નવનિર્મિત આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં નાંદોદ તાલુકાના મયાસી ગામના ૩૭ વર્ષિય પ્રફુલભાઇ પરશોતમભાઇ પટેલ, ૨૯ વર્ષિય તેમના ધર્મપત્નિ અનસુયાબેન પટેલ અને ૧૧ વર્ષિય પુત્ર કૃણાલ પટેલ આમ એક જ પરિવારના ૩ સભ્યોએ કોરોનાને માત આપતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી, ત્યારે સાજા થઇને પોતાના ઘરે જઇ રહેલાં આ દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લામાં આજ સવાર સુધી નોંધાયેલા કુલ-૧૯ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૮ દરદીઓને રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૧ દર્દી સારવાર હેઠળ હતાં. પરંતુ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૭૫ સેમ્પલ પૈકી ૪ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા,આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના હવે ૫ દર્દી સારવાર હેઠળ છે.
રાજપીપલાના નાંદોદ તાલુકાના મયાસી ગામના કોરોના મુક્ત થયેલા દર્દી પ્રફુલભાઇ પટેલ કહ્યું કે, અમારા એક જ પરિવારના ત્રણેય સભ્યોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો એટલે હું પહેલા તો ગભરાઇ ગયો હતો. પરંતુ કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી, માત્ર સાવચેતી જરૂરી છે. અમને કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી પડી તેમજ ડૉક્ટર અને સ્ટાફનો સહકાર અમને સતત મળતો રહેતો હતો. તંત્ર અને આરોગ્યકર્મીઓનો માન્યો આભાર; નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૩ જી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ મોટા રાયપુરા ગામના ૨૧ વર્ષિય મહિલા હેતલબેન.એન.તડવી તેમજ રાજપીપલા શહેરના રોહિતવાસ વિસ્તારના ૩૨ વર્ષિય મહિલા હેમાબેન.પી.ગોહિલ, આરબ ટેકરા વિસ્તારના ૪૦ વર્ષિય મહિલા માયાબેન. જે. સોલકી અને કસ્બાવાડ વિસ્તારના ૩૭ વર્ષિય મહિલા સલમાબાનુ શેખનો સમાવેશ થાય છે જેમનો રીપોર્ટ પોઝીટીવ આવતાં જ્કારાયા દાખલ
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ તા. ૨૧/૫/૨૦૨૦ ના જાહેરનામાની મુદ્દત ફક્ત મયાસી ગામના સમગ્ર વિસ્તાર પુરતી તા. ૭/૦૬/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી
રાજપીપલા, તા. ૨૧/૦૫/૨૦૨૦ ના જાહેરનામાથી રાજપીપલા નગરપાલિકાનો વોર્ડ નં.૬, દરબાર રોડ, બહુચર માતાના મંદિરનો ખાંચો, કાલિંદી ડેરીથી મુકેશ સ્ટોર રોડની આસપાસના ૩ કી.મીનો વિસ્તાર તેમજ નાંદોદ તાલુકામાં સમાવિષ્ટ મયાસી ગામના સમગ્ર વિસ્તારને COVID -19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે જાહેરનામાની મુદ્દત તા.૦૩/૦૬/૨૦૨૦ ના રોજ સુધીની છે. તા. ૨૫/૦૫/૨૦૨૦ ના રોજ મયાસી ગામમાં COVID -19 ના ૦૩ (ત્રણ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. સબબ તે મુજબ વંચાણના જિલ્લા કલેક્ટર કચેરીના તા.૨૧/૦૫/૨૦૨૦ ના જાહેરનામાની મુદ્દત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ ફકત મયાસી ગામના સમગ્ર વિસ્તાર પુરતી તા.૦૭/૦૬/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. તે સિવાયની અન્ય તમામ વિગતો યથાવત રાખવામાં આવેલ છે