Site icon Gramin Today

જંગલ વિસ્તારમાં આદિવાસી બાળકો માટે બાળ સંસ્કાર કેન્દ્રો શિક્ષણ માટે મહત્વની કડી રૂપ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડિયાપાડાનાં જંગલ વિસ્તારમાં આદિવાસી બાળકો માટે બાળ સંસ્કાર કેન્દ્રો શિક્ષણનું સિંચન;

 ડેડિયાપાડાનાં આદીવાસી બાળકો માટે રક્ષા ફાઉન્ડેશનના સહયોગથી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા દેડીયાપાડા ના ૧૦ ગામોમાં બાળ સંસ્કાર કેન્દ્રો શરુ કરવામાં આવ્યા. જેમાં ચિકદા, પાટડી, કુંડીઆંબા, કોરવી, જરગામ, સાકવા, કોલીવાડા, બોગજ, ખટામ અને બેસણાંમાં શરૂ કરવામાં આવ્યા.

કોવિડ-૧૯ ની મહામારી બાદ છેલ્લા દોઢ વર્ષથી સરકારી શાળાઓ બંધ છે. ત્યારે આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત ના રહે તે હેતુથી બાળ સંસ્કાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.આ કેન્દ્રોમાં સંસ્થા દ્વારા બાળ મિત્રોના સહયોગ થી વાગલે, વાંચન, ગણન, લેખનની પ્રવૃતિઓ ટીચિંગ લર્નિંગ મટિરિયલના સહયોગ થી શીખવાડવામાં આવે છે. સાથે પૌષ્ટીક નાસ્તો પણ આપવામા આવે છે. આ ઉપરાંત ઓરિગામી, માટીકામ, ચિત્રકામ, ગીતો, રમતો, બાળ અધિકારો દ્વારા બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને બાળકોમાં શિસ્ત અને મૂલ્યો વધે તેવા કાર્યો કરવામાં આવે છે.

હાલમાં ૧૦ ગામો માંથી ૪૮૫ બાળકો આ ક્લાસનો લાભ લઇ રહ્યાં છે. જેથી આદિવાસી બાળકોમાં અભ્યાસ પ્રત્યે રુચિ વધી રહી છે અને બાળકો અભ્યાસ માં તલ્લીન બની રહ્યા છે.

 

Exit mobile version