ચિત્રકારે “કોરોના” કહેરમાં જાગૃતિનાં ભાગરૂપ પ્રજાને અર્પણ કર્યા અનેક ચિત્રો!
admin
ચિત્રકારે “કોરોના”કહેરમાં જાગૃતિનાં ભાગરૂપ પ્રજાને અર્પણ કર્યા અંકલેશ્વરની દરેક જનતાને અનેક ચિત્રો! આ કામને કહો કોરોના ઈફેક્ટ? અથવા લોકડાઉનની નવરાશની પળનો ભરપુર ઉપયોગ!
ચિત્રકારે પોતાની કળા દ્વારા જીત્યાં અનેક લોકો તથાં મહાન હસ્તીઓનાં દિલ; બનાવી નાંખી આબેહુબ છબીઓ!
કારોના વાયરસથી બચવાં જન જાગ્રુતીનાં ભાગરૂપ અંકલેશ્વરનાં ચિત્રકારે અનેક ચિત્રો દ્વારા સમાજને આપ્યો અનોખો સંદેશ:
વ્યવસાયે પ્રાથમિક શાળા અંકલેશ્વરમાં શિક્ષક તરીકે સેવા બજાવતા પ્રદીપભાઈ દોશી દ્વ્રારા અંકલેશ્વરનાં જાહેર માર્ગો પર લોક જાગૃતિનાં ભાગરૂપ કરવામાં આવ્યો અનોખો પ્રયોગ તેમણે કોરોના વાયરસથી બચવાં તથા સાવચેતીનાં પગલાં રૂપ જનજીવનને તેમની કળા દ્વારા આપ્યો અનોખો સંદેશ!
લોકડાઉન જેવી પળનો કર્યો ભરપુર ઉપયોગ, પોતાનાં સમયને સમાજ જાગૃત્તિ માટે અનેક ચિત્રો બનાવીને પ્રજાને કર્યા અર્પણ;
લોકો પોતે થાય તેટલું સમાજ માટે કઈક નવું તથાં થાય તેટલુંસમાજ માટે કરી છુટવા પ્રયત્ન કરે છે તેવાંમાં શિક્ષકો કેમ પોતાને બાકાત રાખે? બાળકોનાં જીવનનાં ઘડવૈયાંએ પોતાની કળાનો કર્યો ઉપયોગ અને લોક જાગૃતિ માટે દોરી નાખ્યાં અનેક ચિત્રો અને ચિત્રો દ્વ્રારા આપ્યો સમાજને પોતાનો અનોખો જાગૃતિ નો સંદેશો, સામાજિક દુરીનો સંદેશ, સાવચેતીનો સંદેશ, સ્વચ્છતાનો સંદેશ, માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ જેવાં; ચિત્રકાર પ્રદીપભાઈ દોશીનાં આ નવતર પ્રયોગ માટે તેમની સરહનીય કામગીરી બદલ ગ્રામીણ ટુડે મીડિયા ટીમની શુભેચ્છા સહ અંકલેશ્વરનાં તમામ લોકોએ અને તંત્રએ લોક જાગૃતિનાં ઉમદા કામ બદલ માન્યો અભાર અને નવતર કામગીરીની ખુબ કરી સરહના; આવો આપણે પણ ઘરોમાં રહીને કોરોના લડાય લડીએ..