Site icon Gramin Today

ગ્રેસ ફેલોશિપ ભરૂચ સાથે મળી સેવાકાર્ય કરતી ટાકલી મંડળીના આગેવાનો તથા જુવાનો દ્વારા જરૂરતમંદ ને ભોજન વિતરણ કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુનિતા રજવાડી 

“ગ્રેસ ફેલોશિપ ભરૂચ”  સાથે મળી ને સેવા કાર્ય કરતી ટાકલી ગામની મંડળીના આગેવાનો તથા જુવાનો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદો ને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

વાલોડ ના (દેગામા) ટાકલી ગામમાં અન્ય રાજય અને અન્ય જીલ્લાના  શેરડી હાર્વેસ્ટિંગ મજુરી કામ અર્થે તાપી, ગુજરાત આવેલા અને કામચલાઉ અહીંયા વસવાટ કરતા 250(અઢીસો) થી વધારે સંખ્યામાં લોકો ઝુપડીઓ બનાવી ને રહે છે,

જેથી ત્યાની સ્થાનિક સંસ્થા ગ્રેસ ફેલોશિપ ટાકલી ગામ ના આગેવાન જીતુભાઈ ગામીત, સુનિલભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી, લાલુભાઈ ચૌધરી, વિક્રમભાઈ ચૌધરી, નરેન્દ્રભાઈ ચૌધરી તથા નમૅદાબેન ગામીત તથા સંસ્થાના જુવાનો, બહેનો દ્વારા ત્યાના ગરીબ પરીવારો ને જમવાનું આપવા આવ્યુ હતું, 

   વધુમાં સંસ્થા સાથે જોડાયેલા ટાંકલીના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા સમાજ સેવાના કાર્યો અમે આગળ પણ કરતા રહીશું.

Exit mobile version