Site icon Gramin Today

ગુજરાત સરકારના ‘સુશાસન ના પાંચ વર્ષ’ ની ઉજવણી અંતર્ગત વાંસદામાં અન્નોત્સવ દિવસ ઉજવવામાં આવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

ગુજરાત સરકારના ‘સુશાસન ના પાંચ વર્ષ’ ની ઉજવણી અંતર્ગત વાંસદા તાલુકામાં 3 જી ઓગષ્ટ અન્નોત્સવ દિવસે ગંગપુર ગામે ઉપલા ફળીયા પ્રાથમિક શાળામાં યોજાયો. 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સૌને અન્ન સૌને પોષણ અંતર્ગત  લાભાર્થીઓને કુલ ગુજરાતની 17000 દુકાન પરથી વિનામૂલ્યે ઘઉં વિતરણ કરાયા.

વાંસદા: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્નોત્સવ ગુજરાતમાં ઉજવવાનું અને મુખ્યમંત્રી નું ટીવી માધ્યમો  દ્વારા લાઈવ પ્રસારણ લાભાર્થી સાથે સીધો જ સંવાદ કાર્યક્રમ ગુજરાત સરકારનું આયોજન ગામોની સસ્તા અનાજની દુકાન નોને સોપવામાં આવેલ જેનું આયોજન સમય કેન્દ્ર સરકાર દ્વારા 12 વાગ્યે થી સીધો સંવાદ લાભાર્થી સાથે શરૂઆત કરવામાં આવ્યુ હતું જેમાં વાંસદા તાલુકા ના ગંગપુર ઉપલા ફળિયામાં પ્રાથમિક શાળા ગંગપુર અને મીંઢાબારી ગામમાં  50 જેટલાં લાભાર્થીઓને વ્યક્તિ દિઠ 3.5 કીલો ઘઉં ની કીટનું વિતરણ વાજબી ભાવની દુકાનો પરથી રાશનની થેલીમાં અંત્યોદયના સૌના પેટની ભૂખ ભાંગવા વિના મૂલ્યે કુલ 17000 હજાર જેટલી ગુજરાતની દુકાનો પરથી વિતરણ કરવામાં આવ્યું હતું. 

આજના  વિતરણ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી રાજેન્દ્રભાઇ ભગરીયા, વાંસદા તાલુકા માનવ અધિકારના પ્રમુખ કમલેશ ગાંવિત, ગંગપુર મીંઢાબારી ગામના લાભાર્થીઓ, જય પરમાત્મા સખી મંડળ ગંગપુર વાજબી ભાવની દુકાનના પ્રમુખ, ઉપ પ્રમુખ,ગામના આગેવાનો કાશીરામભાઈ, રાકેશભાઈ થોરાટ સહીત અન્ય આગેવાનો  હાજર રહી મુખ્યમંત્રીશ્રીનું લાઇવ સંવાદ નિહાળ્યો હતો.

Exit mobile version