Site icon Gramin Today

ગારદા ગામમાં વરસાદી પાણીનાં નિકાલ માટે ગટરની લોકમાંગ ઉઠી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ગારદા ગામમાં વરસાદી પાણીનાં નિકાલ માટે ગટરની માંગ ઉઠી છે. 

દેડીયાપાડા તાલુકાના ગારદા ગામમાં ચોમાસાની ઋતુ દરમિયાન ધોધમાર વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણીના ઝરણા ફૂટી નીકળવાના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા હતા જેના કારણે, આ ગામના ૧૫ જેટલા ઘરો પાણીના કારણે પલળી ગયા હતા. જીવન જરૂરી ચીજ વસ્તુઓ બગડી જવાં પામી હતી, જેથી જીવન બદતર બની જવાં પામેલ,

ઘરોમાં પાણી ના ઝરાઓ ફૂટી નીકળતા લોકોને રહેવાની તેમજ પલળેલામાં રસોઇ બનાવવા મજબુર થવું પડ્યું હતું. અને ચોમાસાની ઋતુ દરમિયાન ધોધમાર વરસાદ વરસી રહેલા વરસાદી માહોલ માં આ ગામના પરિવારોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે, અને આવી વિપરીત પરસ્થિતિમાં લોકોના માથે આફતીનુ સંકટ આવી પડે છે. જેને ધ્યાનમાં લઈ ને ગ્રામજનો દ્વારા ચોમાસાની ઋતુ હજુ ચાલુ થઈ નથી તો એ પહેલાં જવાબદાર સરકારી સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ગ્રામ જનો અને અમુક વડીલોનાં જણાવ્યા મુજબ ગારદા ગામની બાજુમાંજ ડુંગર આવેલો હોવાથી જેથી કરીને ડુંગર અને રોડ પરનું પાણી નીચાણ વાળા જગ્યાએ બનાવેલ ઘરોમાં જમીનમાં પ્રસરીને આવી જાય છે જેથી આ ગામમાં વહેલી તકે પાણીનાં નિકાલ માટે કોઇ ગટર લાઇનની વ્યવસ્થા કરવામાં આવે તો ડુંગર અને રોડ પરનું પાણી ગટર મારફતે બહાર નિકાલ થઇ જાય તેમ છે, જેથી ગ્રામજનો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ગટરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માગ કરી રહ્યા છે ગામ લોકોની આ સમસ્યાના માટે ગામની મુલાકાત કરી યોગ્ય કાર્યવાહી કરીને તેઓની તકલીફો દુર કરે તે જરૂરી છે હવે આવનાર સમયમાં જોવુ રહ્યું કે ગામ લોકોની સમસ્યા હલ કરવામાં આવે છે કે કેમ ?

 

Exit mobile version