Site icon Gramin Today

ગાડેત ગામે સ્વામી ટ્રસ્ટ અને સિનર્જી ફાઉન્ડેશન દ્વારા માધ્યમિક શાળાના બાળકોને નોટબુકોનું વિતરણ કરાયું:

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ

ગાડેત ગામે સ્વામી ટ્રસ્ટ અને સિનર્જી ફાઉન્ડેશન દ્વારા માધ્યમિક શાળાના બાળકોને નોટબુકોનું વિતરણ કરાયું:

નર્મદ: સુરત સ્થિત સ્વામી ટ્રસ્ટ અને સિનર્જી ફાઉન્ડેશન દ્વારા નાંદોદ તાલુકાના ગાડેત ગામની માધ્યમિક શાળામાં બાળકોને 400 જેવી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં શાળાના દરેક બાળકોને બોલાવી એજ્યુકેશન સ્પીચ આપી હતી અને દરેક બાળકોને નવી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસર પર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શીલાબેન અગ્રવાલ તથા ટ્રસ્ટના સભ્યો ડોક્ટર કેયુર માવાણી, આનંદભાઈ સંત, ધર્મેશભાઈ મોદી તથા ગામના સરપંચ હસમુખભાઈ વસાવા એ હાજરી આપીને સેવાભાવી કામને પૂર્ણ કર્યું હતું. આજના કાર્યક્રમ દ્વારા બાળકોમાં અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, અંતે સેવાકીય પ્રવૃતિ માટે ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, 

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

Exit mobile version