Site icon Gramin Today

ગાંધી મેદાન સર્કલ પાસે સરદાર પટેલની પ્રતિમાને યુવાઓ દ્વારા સન્માનિત કરાયા!

શ્રોત: ગ્રામીણ ટુડે વાંસદા કમલેશ ગાંવિત.

વાંસદા તાલુકાનાં ગાંધી મેદાન સર્કલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રનાં અનેક  યુવાઓ દ્વારા સન્માનિત કર્યા, નવસારીનાં  વાંસદામાં  આજ દિન સુધી નિભાવી રહ્યા છે વાંસદા ગામનાં  યુવાઓ અનોખી પરંપરા!

આજ રોજ મહીનાની પહેલી તારીખ હોય યુવાઓ દ્વારા વષોથી  દર માસની પહેલી તારીખે વાંસદા તાલુકામાં ગાંધી મેદાન સર્કલ પાસે ગુજરાતનાં લોખંડી પુરુષનું બિરુદ પામેલાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને  સન્માનિત કરવામાં આવે છે.વાંસદા તાલુકાના યુવાનોમાં સિવેન્દર સોલંકી, સંજયભાઈ બિરારી, હિતેશભાઈ મોહિતે, દિનેશભાઈ, બલીભાઈ, જયંતિભાઈ ટાંક વગેરેની હાજરીમાં સરદાર  પટેલની પ્રતિમાને સાફ સફાય કરીને પુષ્પોથી સજાવી સન્માનિત કરવામાં આવ્યાં હતાં,
 ગત  પહેલી જુન દિનના રોજ ભાજપ પ્રમુખ મણિલાલભાઈ જે.પટેલ અને રસિકભાઈ ટાંકના પ્રેરણા અનુસાર વાંસદા તાલુકાના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાન મિત્રો હિતેશભાઇ મોહિતે, જયંતિભાઈ ટાંક, બલીભાઈ આહિર અને મહામંત્રી સંજયભાઈ બિરારી વગેરે હાજર રહ્યા હતાં

આજરોજ ગાંધી મેદાન સર્કલ ખાતે  યુવાઓ દ્વારા  ભારત માતાના નારા સાથે પ્રતિમાને ફુલહાર પહેરાવી અને પ્રતિમાની  આજુબાજુ સાફ સફાય કરી વર્ષોની માફક આજેય પ્રતિમાને કરાયા સન્માનિત;

Exit mobile version