Site icon Gramin Today

 ગડકાછ ગામેથી પસાર થતી ભૂખી નદીનાં કિનારાનું પુરને કારણે ધોવાણ થતું હતું, હવે પુર સંરક્ષણ દિવાલ ઉભી કરવાની કામગીરી શરૂ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળનાં ગડકાછ ગામેથી પસાર થતી ભૂખી નદીનાં કિનારાનું પુરને કારણે ધોવાણ થતું હતું, હવે પુર સંરક્ષણ દિવાલ ઉભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં આ પ્રશ્ન હલ થશે, જેથી આ વિસ્તારનાં રહીશોમાં આનંદની લહેર પ્રસરી છે. ગડકાછ ગામેથી ભૂખી નદી પસાર થાય છે .આ નદીનાં એક કિનારા ઉપર ગડકાછ ગામ વસેલું છે. પરંતુ વારંવાર ભૂખી નદીમાં ચોમાસાની મૌસમ દરમિયાન પુર આવતાં ગામ જે તરફ વસેલું છે. એ તરફનાં કિનારાનું વ્યાપક ધોવાણ થતું હતું. આ પ્રશ્ને આ વિસ્તારનાં જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વી.વસાવાએ સંબંધિત વિભાગને રજુઆત કરતાં આખરે સિંચાઇ વિભાગ તરફથી આ કિનારા ઉપર પુર સંરક્ષણ દિવાલ ઉભી કરવા માટે જરૂરી ગ્રાન્ટ ફાળવી આ કામ શરૂ કરવામાં આવતાં આ ગામની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે. પુર સંરક્ષણ દિવાલ ઉભી થવાથી હવે કિનારાનું ધોવાણ થતું અટકશે.

Exit mobile version