Site icon Gramin Today

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સેલંબા તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવા ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નીતેશ વસાવા, પ્રકાશભાઈ 

સાગબારાના સેલંબા ખાતે આવેલ એ.પી.એમ.સી. તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવા બાબતે ખેડૂતો દ્વારા મામલતદારશ્રી સાગબારાને  આવેદન આપવામાં આવ્યું: સમય પર આ બાબતે યોગ્ય કામ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવા મજબુર:

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનું વેપારી મથક સેલંબા ખાતે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સેલંબા હતી અને તે સમિતિ છેલ્લા ૧૫ વર્ષથી ઉપરના સમય ગાળાથી ઓન-પેપર પર ચાલુ જણાય છે, પણ વાસ્તવિકતામાં તે બંધ છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સેલંબા બંધ છે એ વાસ્તવિકતા છે,  જેના કારણે સાગબારા તાલુકાનાં તેમજ આજુબાજુના તાલુકાના ખેડુતો અને વ્યવસાયકારો ને ખેતીમાં તેમજ વ્યવસાયકારોને નવી કોઠાસુઝ કે પ્રેરણા મળતી નથી અને આધુનિક જમાનામાં તેમને ખેતી કરવાનો તેમજ વ્યવસાયકારોને નવી દિશા મળતી નથી, જે કારણે વિકાસ અવરોધાય રહયો છે, અને ખેડુતો તેમજ વ્યવસાયકારો ને ખરીદી વેચાણમાં અપુરતા ભાવો મળવાનાં કિસ્સાઓમાં ખેડૂતો સાથે  શોષણ થઇ રહયુ છે, અને ખાનગી વેપારી ધુળની જેમ લુટ ફાંટ ચલાવી રહેલા તેવું  અપાયેલા આવેદનમા અનેક માંગણીઓ અને ચાલતા ગેરરીતીઓનો  ઉલ્લેખ કરવામાં આવ્યો  છે,

જેના કારણે ખેડુતો ને સરકારે જાહેર કરેલા ટેકાનાં ભાવથી ૩૦% થી ૫૦ % સુધીના ભાવોનો ઘટથી વેચવુ પડે છે, આવી પરિસ્થિતિ સર્જાતા ખેડુતો તેમજ વ્યવસાયકારોને હિતમાં પ્રોત્સાહન મળે તેમજ ખાનગી વેપારીઓનો ભોગ ન બનવું પડે તે ધ્યાને લઇ તાત્કાલિક દિન -૧૫ માં ધી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચાલુ કરે તેવી ખેડુતોની માંગ ઊઠી છે. જો તંત્ર દ્વારા ન્યાય ન મળે તો મામલતદાર સાહેબે ના પટાંગણમાં દીન ૨૦ થી અચોક્કસ મુદતનો  છાવણીનો કાર્યક્રમ રાખવામા આવશે તેવું આવેદનમાં જણાવેલ છે,

Exit mobile version