Site icon Gramin Today

કોરોના મહામારીમાં કરફ્યું વચ્ચે ગુજરાતમાં આગજની!

શ્રોત..નર્મદા બ્યુરો ચીફ  ગ્રામીણ ટુડે સર્જનકુમાર વસાવા.

નર્મદા જીલ્લાનાં દેડિયાપાડા તાલુકાનાં આદિવાસી વિસ્તારમાં લાગી આગ;

નર્મદા, દેડિયાપાડા તાલુકાનાં ગીચડ ગામે  લાગી આગ; જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી  તંત્રને જાણ પરંતુ રાજપીપળા મથક થી આગજની  ઘટના સ્થળે ગામ ગીચડ સુધી પહોંચતા  લાગશે ૨ થઈ ૩ કલાક ત્યાં સુધી ગીચડ ગામનાં ૯ ઘરોમાં લાગેલી આગ બધુંજ ભરખી જશે;  આગએ લીધો  તાપમાં વિકરાળ રૂપ; ૯ ઘરોનાં લોકો થયા ઘર વિહોણાં!  આગ એટલી વિકરાળ હતી અને એટલી ઝડપે ફેલાય કે લોકો ફક્ત જોતાજ રહ્યા કઈ કરી શક્યાજ નહિ:  લોકોની ચીંચ્યારી થી ગાજી ઉઠયું આખું ગામ; 

આગનું કારણ ઘરમાં  શોર્ટ સર્કિટ થવાને કારણે દેડિયાપાડા તાલુકાનાં ગીચડ ગામે  લાગી આગ ૯ ઘરોને ભરખી ગઈ કોઈપણ જાન હાની ન થતાં લોકોએ લીધો રાહતનો શ્વાસ; ઘરો બળીને ખાક થયાં; ગુજરાત તથાં આખી દુનિયામાં કોરોના મહામારી કહેર વર્તાવી રહ્યો છે, ત્યાં ગુજરાતનાં  ગામડામાં આગે લીધો ૨ બકરીઓ ૨ બાઈકનો તથાં ૯ ઘરોનો ભરડો!  પ્રાપ્ત માહિતી મુજબ  ફક્ત લોકો પાસે ફક્ત પહરેલા કપડા માત્ર  બચવાં પામ્યા ઘણું  દુઃખદાયક!  ગામનાં સરપંચે તાલુકા વિકાસ અધિકારીનો કર્યો સંપર્ક ઘટનાની કરી જાણ અને અંદાજીત આગજની દ્વારા થયેલ નુકસાનનો આપ્યો આંકડો આગજનીમાં ભોગ બનનારાં ઘર માલિકોનાં નામો(૧) ધનજી દમણીયા વસાવા (૨) ભંગિયા છત્રસિંહ વસાવા (૩) અમીર દમણીયા વસાવા (૪) વસાવા ધમાંનીયા ખાલપા (૫) છત્રસિંહ ધમાંનીયા વસાવા (૬) અમરસિંહ છત્રસિંહ વસાવા (૭) વસાવા પુનુબેન ધનજી ભાઈ (૮) વસાવા રાયસિંગ છત્રસિંહ (૯)  સુરેશભાઈ બીજલભાઈ વસાવાનાં ઘરવખરી સહીત બધુજ આગમાં હોમાય ગયું;  

 

 

Exit mobile version