Site icon Gramin Today

કોરોના કહેર વચ્ચે પોલીસે મહેકાવી માનવતાની મહેક!

શ્રોત: તાપી પ્રતિનિધિ 

વેશ્વિક કોરોના કહેરમાં સતત પ્રજાનાં રક્ષણનો જેમનાં પર ભાર છે તેવાં ગુજરાત પોલીસનાં હોમગાર્ડ યુનિટના અને જીઆરડી જવાનોને  તાપી જીલ્લાનાં ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા કોરોના વોરીયર્સને અનાજની કીટ કરી વિતરણ;  ફરી  તાપી  પોલીસે  ફેલાવી માનવતાની મહેક!  સોસિયલ મીડિયામાં તાપી પોલીસે કરેલ કામગીરીનાં થઇ રહ્યા છે વખાણ: 

ખાખીએ ફરી મદદ કરીને  રાખ્યો ખાખીનો વટ!   નિભાવી સામાજિક  ફરજ 

હોમગાર્ડ્સ અને જીઆરડી  કોરોના વોરિયર્સ છે, જે લોકડાઉન નિયમો લાગુ કરવા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પોલીસને મદદ કરી રહ્યા છે. એમ કહેવું કદાચ અતિરેક નહિ હોય  કે આખો દિવસ ખુલ્લાં આકાશ નીચે તાપ તડકો જે લોકો સહન કરીને પણ સતત આપણને  સુરક્ષિત રાખવા પોલીસને કરી રહ્યા છે મદદ તેવાં સાચાં કોરોના વોરીયર્સને માટે  તાપી પોલીસે  કંઇક કરવાનું વિચાર્યું. તાપી જીલ્લાનાં  ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા અનાજની જીવન જરૂરિયાત વસ્તુઓની  કીટ બનાવી હોમગાર્ડ્સ અને જીઆરડીના જવાનોને વિતરણ કરવામાં આવી, 

કોરોના અપડેટ :    તાપી જીલ્લા માટે સારા સમાચાર બહુ જલ્દી ગ્રીન ઝોનમાં મારશે એન્ટ્રી;      આભાર કારોના વોરીયર્સ અને તાપી તંત્ર

Exit mobile version