Site icon Gramin Today

કોરોના કહેર વચ્ચે જિલ્લાનાં મહેસુલ કર્મચારીઓને બઢતી અપાઈ!

શ્રોત: ગ્રામીણ ટુડે, પ્રેસનોટ       જીલ્લાનાં  મહેસુલી વડા કલેકટર શ્રી આર.જે.હાલાણીએ આપી શુભેચ્છાઓ.. 

વ્યારા: તા: ૩૦/૫/૨૦૨૦   સમગ્ર જગત કોરોના મહામારીમાં લોકડાઉન છે ત્યારે ગુજરાત સરકાર  દ્વારા લેવાયેલ નિર્ણયથી  મહેસુલ વિભાગમાં આનંદો; 

તાજેતરમાં રાજય સરકાર દ્વારા મહેસુલ વિભાગના વર્ગ-૩ના બિન સચિવાલયી ક્લાર્ક તથા મહેસુલી તલાટી સંવર્ગમાંથી નાયબ મામલતદારની જગ્યા ઉપર પાત્રતા ધરાવતા મહેસુલી કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ ૧૪ જેટલા કર્મચારીઓને બઢતી મળી છે. જિલ્લાના મહેસુલી વડા અને કલેકટર શ્રી આર.જે.હાલાણીએ તાપી જિલ્લા સેવા સદનના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા ૯ મહેસુલી ક્લાર્ક, અને ૫ મહેસુલી તલાટીની બઢતી બદલ અભિનંદન પાઠવી નવી જગ્યા અને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી છે.     

આ તમામ ૧૪ કર્મચારીઓને અભિનંદન પત્ર પાઠવી કલેકટર શ્રી હાલાણીએ, બઢતી મેળવનારા કર્મચારીઓને  કારકિર્દીમાં         બઢતી સાથે નવી જવાબદારી અદા કરવાની મળેલી તકને ઝડપી લઈ, પ્રજાપ્રશ્નો ઉકેલવાની જવાબદારી હકારાત્મકતાથી       નિભાવવાની પણ અપીલ કરી છે,    ન્યુઝ ગ્રામીણ ટુડેની ટીમ તરફથી દરેક કર્મચારીઓને સુભેચ્છાઓ સહ અભિનંદન; 

Exit mobile version