Site icon Gramin Today

કુકરમુન્ડા તાલુકાના નિંભોરા ગામે દોઢ વર્ષનો દિપડો પાંજરે પુરાયો.. ખેડૂતોને રાહત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, (પ્રતિનિધિ) રીપોર્ટ : પ્રકાશ વસાવા,  નિતેશ વસાવા

ટાવલી રેન્જના અધિકારીઓ દ્વારા મુકવામાં આવેલ પાંજરામાં પુરાયો દોઢ-બે વર્ષનો દિપડો આખરે  ખેડૂતોને થઇ મોટી રાહત:

કુકરમુન્ડા તાલુકાના નિંભોરા ગામે ગામની સીમમાં આંટાફેરા કરતો દીપડો લોકોએ નજરે જોયો હતો. જેને લઈને ગામનો લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. જેથી દીપડાને પકડવા માટે એક અઠવાડીયા પહેલા પાંજારો મુકવામાં આવ્યો હતો. જો કે ગત રાત્રે દીપડો શિકારની શોધમાં પાંજરા નજદીક આવી પહોંચ્યો હતો. અને પાંજરામાં મૂકેલું મારણ ખાવા જતા આશરે દોઢથી બે વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો.

મળતી માહિતી મુજબ કુકરમુન્ડા તાલુકામાં નિંભોરા ગામ ગણા સમયથી આંટાફેરા કરતો દીપડાના ભયથી લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. દીપડાના રખડવાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. રખડતા દીપડાના ત્રાસથી ખેડૂતો રાત્રે  ખેતરમાં જવા અને કામ અર્થે અહીતહી જવાનું ટાળતા હતાં અહીના ખેડૂતો  ભય અનુભવી રહ્યા હતા. જેથી નિંભોરા ગામના લોકોની માંગણી અનુસાર આ વિસ્તારમાં ટાવલી રેન્જ દ્વારા એક અઠવાડિયા પહેલાં એક ખેતરમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચાર દિવસ પછી વિષ્ણુભાઈ મરાઠેના ખેતરમાં પાંજરુ મુકવામાં આવ્યો હતું, જેમાં ગત રાતના 3 કલાકના અરસામાં મારણ  ખાવા આવેલો દીપડો પાંજરે પુરાય ગયો હતો, દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ વન વિભાગ ટાવલીને ગામલોકો દ્વારા કરવામાં આવતા ટાવલી રેન્જના અધિકારીઓ આવીને પાંજરા સહીત દીપડાને લઇ ગયા હતા .

 

Exit mobile version