Site icon Gramin Today

કાઉન્સિલીંગ દ્વારા તૂટતો ઘર સંસાર બચાવતી મહિલા અભ્યમ્ 181 હેલપલાઇન ડાંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

અસરકારક કાઉન્સિલીંગ થી તૂટતો ઘર સંસાર બચાવતી અભ્યમ્ 181 મહિલા હેલપલાઇન ડાંગ.
પતિ ના પરસ્ત્રી સાથે ના લગ્નેતર સબંધ થી હેરાન થતી પરણિતા એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી ફરિયાદ કરતા અભયમ રેસ્ક્યુ ટીમ ડાંગ તાત્કાલિક સ્થળ પર પહોંચી દંપતી સાથે અસરકારક કાઉન્સિલિંગ કરી ઝગડા ના સુખદ સમાધાન કરાવવામાં સફળતા મળી હતી.

મળતી માહિતી મુજબ આહવા પાસે ના ગામ માંથી જમનાબેન નામના પરણિતા તેમના પતિ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખતા સુખી પરિવાર મા ઝગડાઓ સરુ થયા હતા આજે આજ બાબત ને લઈ પતિ પત્ની વચ્ચે ઝગડા થતા જમનાબેન ના સાસુ એ બાળકી ઝૂંટવી લઈ ઘર બહાર કાઢી મૂકતાં બેસહારા બનેલ જમનાબેન મદદ માટે 181 મહિલા હેલપલાઇન મા કોલ કરેલ.
અભયમ કાઉન્સેલર એ પતિ અને તેમની સાથે સબંધ રાખનાર એક માતા ની માતા એવા સજલી બેન ને સમજાવ્યા હતા કે આવા સબંધ થી બને પરિવાર ને નુકસાન છે જેથી અત્યાર પછી આ સબંધ ભૂલી નવજીવન જીવવા લાગણી સભર માર્ગદર્શન આપેલ જેથી બને ને પોતાની ભૂલ સમજાઈ હતી અને એકબીજા પતિ પત્ની સાથે વિશ્વાસ અને વફાદારી થી જીવન જીવશે તેવી ખાતરી આપતા સમાધાન કરવામાં આવ્યું હતું જમનાબેન ના સાસુ અને પતિ એ સાસરીમાં આવકાર્યાં હતા આમ અભયમ ના અસરકારક કાઉન્સિલિંગ થી બે તૂટતાં પરિવાર ને બચાવવામાં સફળતા મળી હતી.

Exit mobile version