Site icon Gramin Today

કંપનીના પ્લાંન્ટનાં ટેન્કરમા બ્લાસ્ટ થતા એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા GIDC ની કેમીકલ ઓર્ગેનિક કંપનીના પ્લાંન્ટનાં ટેન્કરમા બ્લાસ્ટ થતા એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું  મોત:

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા GIDC માં ટેન્કરમાં પ્રેશર વધતા ધડાકા સાથે ટેન્ક ફાટી જતા ઘટના સર્જાઈ હતી,એક કામદારને મોઢા તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,

ઝધડીયા GIDC ની કેમિકલ કેમી ઓર્ગેનીક કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થતાં કામદારનું મોત થયું હતુ. ઝધડીયા GIDC ની ઓર્ગેનીક કંપનીમાં એક કેમિકલ ટેન્કમાં પ્રેશર આવતા આ બ્લાસ્ટ થયો હોવાનુ જાણવા મળયુ હતું , કોઈ કારણસર ટેન્કમા અચાનક બ્લાસ્ટ થતા નજીકમા કામ કરી રહેલ કામદાર ગંભીર રીતે દાઝી જતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, એચ.કે. ફેબ્રિકેશન નામના કોન્ટ્રાકટર અંતર્ગત અનુપ સિંધાસન પાંડે ઉં.વ. 24 રહે. મૂળ, મુંડેરા ઉત્તરપ્રદેશ અહીં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો હતો, તે સમયે અચાનક કેમિકલના ટેન્કમાં પ્રેશર આવતા અચાનક બ્લાસ્ટ થતાં અનુપ નામના કામદારને માથાના અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતુ, આ કામદાર ઝઘડીયાની કેમિકલ ઓર્ગેનિક કંપનીમાં નવા પ્રોજેકટમાં કામગીરી કરી રહ્યો હતો, આ બનાવમાં ગઇકાલે મોડી રાત્રે કેમિકલના ટેન્કમાં એર પ્રેશર આવતા બ્લાસ્ટ થતાં બન્યો હતો નું અનુમાન લાગવામાં આવ્યું હતું, બનાવ અંગે ઝઘડીયા પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધાયો હતો, પોલીસે દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version