Site icon Gramin Today

એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  

એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા ખાતે શ્રી.ધર્મેન્દ્ર સવાણીની ઉપસ્થિતિમાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ: 

ભરૂચ: ઉદયન શાલિની ફાઉન્ડેશન ,સુરતનાં ચીફ કો-ર્ડીનેટર શ્રી.ધર્મેન્દ્રભાઈ સવજીભાઈ સવાણીની ગરિમામય ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા સ્થિત એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પટાંગણમાં ૭૭ માં સ્વાતંત્રતા પર્વની રંગારંગ બેન્ડની સુરાવલી સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. 

દેશની આન, બાન, શાન, સન્માન અને રાષ્ટ્રની અસ્મિતા એવા તિરંગાને લહેરાવીને સલામી આપી હતી.

આ અવસરે બાલ હંસ કોલેજના આચાર્ય શ્રી.ડૉ.વિનોદ સોનવણે, બી.આર.એસ.કોલેજ ના આચાર્ય શ્રી.દિનેશભાઈ ચૌધરી, બી.એડ.કોલેજના આચાર્ય શ્રી. કૌશલ પારેખ, એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્યશ્રી પ્રવિણ પટેલ, કૃષ્ણ આશ્રમશાળા ના આચાર્ય શ્રીમતી રંજનબેન વસાવા, મહામંત્રીશ્રી માનસિંહ માંગરોળા, પ્રમુખશ્રી ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા શ્રી.યોગેશભાઈ જોશી, શાળા – કોલેજના શિક્ષકશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ વિભાગના જવાનો, શાળા -કોલેજના બાળકો, નાગરિકો આ પર્વમાં સહભાગી બન્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version