Site icon Gramin Today

ઉમરપાડા તાલુકામાં ફાટયુ આભ, કોઝવે તેમજ નિચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, ઉમરપાડા રઘુવીર વસાવા

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આજ રોજ અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવતાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ઘણા ખરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા, જેના કારણે જન જીવન ખોળવાયું હતું, તેમજ કોઝવે તેમજ નિચાણવાળા વિસતારોમાં પાણી ફરી વળતા વાહન ચાલકોને પણ કલાકો સુધી પાણી ઓસરવાની રાહ જોવાનો વારો આવ્યો હતો, તેમજ મુખ્ય બજારને જોડતા કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને કલાકો સુઘી અટવાવવા નો વારો આવ્યો હતો,  તેમજ ઉમરપાડા તાલુકાના ઉમરઝર ગામ પણે મેઈન રોડ પર આવેલ લો – લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ત્યાંથી રોજ અવરજવર કરતા વાહનચાલકોને પણ તકલીફનો સામનો કરવાની નોબત આવી પડી હતી, આમ, ઉમરપાડા તાલુકામા આભ ફાટતા તાલુકાના અનેક ગામના લો-લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા જેથી જનજીવનને હાલાકીનો સામનો કરવો પડયો હતો, આભ ફાટતાં 2 કલાકમાં આશરે 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Exit mobile version