Site icon Gramin Today

ઉમરપાડાનાં પાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ઉમરપાડાનાં પાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું;

ઉમરપાડા નાં પાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અનેક ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી.

પાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ માંડણ, પાડા, સામપુરા અને કડવીદાદરા ગામે સફાઇ અભિયાન અંતર્ગત ગામના મુખ્ય રસ્તાઓની આસપાસ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગામનાં મુખ્ય રસ્તાઓ પર કાંટાળા ઝાડવા ઉગી નીકળ્યાં હોવાને કારણે તેમજ બિનજરૂરી કચરાને કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો.

જે યુવા સરપંચ શ્રીમતી અનીતાબેન, સહ સભ્યોના તથા સહયોગી સુનિલભાઈના ધ્યાનમાં આવતાં સફાઇ માટે હાંકલ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ જોડાઈને રસ્તાઓની સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું. તેમજ, આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જે બદલ સરપંચશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version