શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પણગામ ખાતે ઇનરેકા સંસ્થાન સંચાલિત વૈદેહી કન્યા આશ્રમ શાળાનાં નવીન ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો;
દેડિયાપાડા ઇનરેકા સંસ્થાન સંચાલિત વેદૈહી આશ્રમ શાળા પણગામ ખાતે માતૃશ્રી ગોદાવરીબા મુળજીભાઈ કાકડિયા કન્યા આશ્રમ શાળા પણગામના નવીન ભવનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
મુખ્ય દાતા શ્રીમતી સવિતાબેન દેવજીભાઈ કાકડિયા સહપરિવાર ઉપસ્થિત રહ્યાં હતાં. હિતેશ સુતરીયા શ્રી.નિધિ ગૃપ, પ્રશાંત ડો.વિનોદ કુમાર કૌશિક ના સૌજન્યથી માતૃશ્રી કાશીબા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના નેજા દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રણેતા કેશુભાઈ ગોટી દ્વારા લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઇનરેકા સંસ્થાન પ્રમુખ ડો. વિનોદ કુમાર કૌશિક સર્વનું સ્વાગત કર્યું હતું અને સંસ્થાનો ચિતાર રજૂ કર્યા હતા.
આ પ્રસંગે દેડિયાપાડાના પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા, મેનેજર ગોપાલ સિંહ ક્ષત્રિય ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિધાર્થીનીઓ દ્વારા સંસ્કૃતિ કાર્યકમ રજુ કરવામાં આવ્યો હતો.