Site icon Gramin Today

આહવા રેંજમા ગોવાળ ઉપર હુમલો કરનાર દિપડાને પાંજરે પુરવામાં વન વિભાગને મળી સફળતા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રામુભાઇ માહલા

આહવા રેંજમા ગોવાળ ઉપર હુમલો કરનાર દિપડાને પાંજરે પુરવામાં વન વિભાગને મળી સફળતા:

આહવા: ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની આહવા (પશ્ચિમ) રેંજના કાર્ય વિસ્તારમાં તા.૩/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ગોવાળ ઉપર દિપડા દ્રારા થયેલ હુમલાના પ્રકરણમાં, નાયબ વન સંરક્ષક (ઉત્તર ડાંગ વન વિભાગ) શ્રી.ડી.એન.રબારીના માર્ગદર્શન હેઠળ, આહવા (પશ્ચિમ) રેંજ આર.એફ.ઓ. શ્રી વિનયકુમાર.પી.પવાર અને તેમની ટીમે દિપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવ્યુ હતુ.

પરંતુ પ્રથમ દિવસે દિપડો પાંજરાની આસપાસ ફરીને ચાલ્યો ગયો હતો, અને તા.૫/૧૦/૨૦૨૩ના રોજ આ દિપડો પાંજરે પુરવામાં વન વિભાગની ટીમને સફળતા મળી છે. આ દિપડાને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુકત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત શ્રી શુકરભાઇ બસ્તરભાઇ બાગુલને તાત્કાલીક સારવાર અર્થે વલસાડ સિવિલ ખાતે દાખલ કરેલ છે, અને વન્યપ્રાણી દ્રારા થયેલ હુમલાનુ વળતર ચુકવવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરવામા આવેલ છે.

 

Exit mobile version