શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
આહવા તાલુકા પંચાયત પ્રમુખ વિણાબેન ગાંગુર્ડેના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાના આહવા ખાતે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિણાબેન ગાંગુર્ડેના અધ્યક્ષ સ્થાને આજરોજ આહવા તાલુકા પંચાયતના સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આહવા ખાતે યોજાયેલ આ બેઠકમાં તાલુકા કક્ષાના ૧૬ માં નાણાપંચનું આયોજન કરવા, તમામ યોજનાના કામોની મુદ્દત વધારવા, ૧૫ માં નાણાંપંચના કામોની ફેરબદલી કરવાં, અગત્યના પરિપત્રો/ઠરાવો વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં આહવા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી ભૂપેશભાઈ પવાર સહિતના તમામ તાલુકા સદસ્યોશ્રીઓ તેમજ આહવા તાલુકા વિકાસ અધિકારી શ્રી આર. બી. ચૌધરી સહિતના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

