Site icon Gramin Today

આહવા ગ્રામ પંચાયતમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા  

આહવા ગ્રામ પંચાયતમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજાઈ:

તાલુકા પ્રમુખ સુરેશભાઇ ચૌધરીની અધ્યક્ષતામા આજનો સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો,

આહવા: મેરી માટી-મેરા દેશ કાર્યક્રમના બીજા ચરણમાં ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમા ‘કળશ યાત્રા’નું આયોજન કરવામા આવી રહ્યુ છે. જેમા આજરોજ તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીની અધ્યક્ષતામા આહવા ખાતે ‘કળશ યાત્રા’ યોજાઇ હતી. પોલીસ બેન્ડ સાથે આહવા ખાતે યોજાયેલ ‘કળશ યાત્રાના કાર્યક્રમમાં  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માટી અને ચોખા એકત્ર કર્યા હતા.

આ પ્રસંગે શ્રી સુરેશભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિની જે ચેતના જગાવી છે તે માટે ગામેગામ લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમમા ભાગ લઇ રહ્યા છે. ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમા યુવાઓ, મહિલાઓ અને વૃધ્ધોમા દેશભક્તિના આ કાર્યક્રમમા જોડાઇ રહ્યા છે. આ કાર્યક્રમમા આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઇ ભોયે, ગ્રામ પંચાયતના સભ્યો, ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, હિસાબી અધિકારી શ્રી રતિલાલ ચૌધરી, તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.

Exit mobile version