Site icon Gramin Today

આહવા ખાતે ૭૩માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

રાષ્ટ્રીય પર્વ એટલે ૭૩માં પ્રજાસતાક દિવસ નિમિતે દર વર્ષની માફક આ વર્ષે પણ ગ્રામજનો, વેપારી વર્ગ મળીને ૭૩માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી..

જેમાં મુખ્ય મહેમાન તરીકે આહવા નગરના નવા સરપંચ હરિશ્ચંદ્રભાઈ ભોંયે એમના કરકમલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામા આવ્યો હતો, ત્યારબાદ ભારતમાતા ની પુજન અને આરતી કરવામા આવી હતી, ત્યારબાદ નવા સરપંચ શ્રીનું તથા ઉપ સરપંચશ્રી હરિરામભાઇ સાવંત તેઓનું સ્વાગત નગરજનો તથા વેપારી મંડળના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા આહવા નગરજનો સહીત ગામના આગેવાનો, વડીલો અને આહવા ગ્રામપંચાયત ના સભ્યો, વેપારી મંડળ, પવાર કોમ્પલેક્ષ, ડાંગ સ્વરાજ આશ્રમ આહવા, દંડકેશ્વર મિત્ર મંડલ,

આમ આજનો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૌ મહાનુભવોનો સાથ સહકાર તથા કાર્યક્રમને રુપરેખા સહિત પાર પાડવા ગ્રામપંચાયત સદસ્ય ધર્મેશભાઈ ચૌહાણની આગેવાનીમાં સફળ રહ્યો હતો. આજના કાર્યક્રમ માં કોવિડ મહામારી ની ગાઇડલાઇન મુજબ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.

Exit mobile version