Site icon Gramin Today

આહવા અને સતી ગામેથી બે મહાકાય અજગર પકડાયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

આહવા અને સતી ગામેથી બે મહાકાય અજગર પકડાયા થી પંથક માં ચકચારી, 

ડાંગ : આહવા તાલુકાના સતી ગામમાં રાત્રે જયેશભાઈ ગાવિતના ઘરમાં અજગર જોવા મળતા ઘરના સભ્યોમાં અને આજબાજુના ઘરોમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે આહવાના જીવદયા પ્રંગી સંદીપકુમાર કોંકણીને ફોન કરી જાણ કરતાં તેવો તેમના સાથી મિત્ર બ્રિજેશ ગાયકવાડ સાથે સાળ ઉપર તાત્કાલિક પહોંચી જઈ સતી ગામના યુવા મિત્રોની મદદથી ભારે જહેમત બાદ અંદાજીત ૦૮ ફુટ લાંબો અને ૧૦ કિ. ગ્રા. વજન ધરાવતાં અજગરને પકડી લેવામાં આવ્યો હતો.

ત્યાર બાદ તે જ સમયે રાત્રે વેરીયસ કોલોની, આહવા ખાતેથી દીપકભાઈ બાગલના ઘરે મરઘીનો શિકાર કરવા મહાકાય અજગર આવી ચડતા જીવદયા પ્રેમી સંદીપકુમાર કોંકણીને જાણ કરતા તેમના સાથી મિત્ર બ્રિજેશ ગાયકવાડ ધ્વારા દિપકભાઈ, ચેતનભાઈ, સંજયભાઈ અને રમેશભાઈની મદદથી ભારે જહેમત બાદ અંદાજીત ૧૦ ફૂટ લાંબો અને ૧૨ કિ.ગ્રા. વજન ધરાવતો અજગર સુરક્ષિત રીતે પકડાઈ જતા ઘરના સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો અને હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

ગામના રહીશોનો ભય મુકત કરી સાપો વિશે જાણકારી આપી સરીભૃપ/વન્ય જીવોનું રક્ષણ કરવા જણાવી બંને અજગરને દુરના જંગલોમાં સુરક્ષિત રીતે છોડી મુકયા હતા.

આહવા તાલુકાના સતી ગામમાં રાત્રે જયેશભાઈ ગાવિતના ઘરમાં અજગર જોવા મળતા ઘરના સભ્યોમાં અને આજબાજુના ઘરોમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે જીતભાઈ ચૌયાંએ આહવાના જીવદયા પ્રેમી સંદીપકુમાર કોંકણીને ફોન કરી જાણ કરતાં તેઓ તેમના સાથી મિત્ર બ્રિજેશ ગાયકવાડ સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયા હતા. પરંતુ એ અજગર મોટા ઉંદર (ઘૂસ)ના દરમાં ભરાય ગયો હતો જેથી દરને ખોદવા પડયો હતો તો પણ અજગર ન મળ્યો કેમકે દર ખૂબ જ ઉંડાણમાં જઈ રહયો હતો જેથી દરમાં પાણી ભરવામાં આવ્યું હતુ. ત્યારે અજગર બહાર નીકળતા સતી ગામના યુવા મિત્રોની મદદથી ભારે જહેમત બાદ અંદાજીત ૦૮ ફૂટ લાંબો અને ૧૦ કિ. ગ્રા. વજન ધરાવતાં અજગરને પકડી લેવામાં આવ્યો હતો. આ અજગરને પકડવામાં બધાએ ભારે જેહમત અને ઉજાગરા કરી રાત્રિના ૧૨ વાગી ગયા હતા.

ત્યાર બાદ તે જ સમયે રાત્રે વેરીયસ કોલોની, આહવા ખાતેથી દીપકભાઈ બાગલના ઘરે મરઘીનો શિકાર કરવા મહાકાય અજગર આવી ચડતા જીવદયા પ્રેમી સંદીપકુમાર કોંકણીને જાણ કરતા તેમના સાથી મિત્ર બ્રિજેશ ગાયકવાડ ઘ્વારા દિપકભાઈ, ચેતનભાઈ, સંજયભાઈ અને રમેશભાઈની મદદથી ભારે જહેમત બાદ અંદાજીત ૧૦ ફૂટ લાંબો અને ૧૨ કિ.ગ્રા. વજન ધરાવતો અજગર સુરક્ષિત રીતે પકડાઈ જતા ઘરના સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો અને હદય પૂર્વક આભાર માન્યો હતો.

ત્યાર બાદ ગામના રહીશોનો ભય મુકત કરી સાપો વિશે જાણકારી આપી સરીપ/વન્ય જીવોનું રક્ષણ કરવા જણાવી બંને અજગરને દુરના જંગલોમાં સુરક્ષિત રીતે છોડી મુકયા હતા.

Exit mobile version