શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા બ્યુરો ચીફ નીતેશભાઈ, પત્રકાર પ્રકાશભાઈ વસાવા
નર્મદા, સાગબારા: આજરોજ તારીખ 1/09/2020 ના રોજ આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા સાગબારા તાલુકા ના મામલતદાર શ્રી અને ડેડીયાપાડા રોડ અને મકાન વિભાગ ના ઈજનેર અને નાયબ ઈજનેર સાથે મુલાકાત કરી અને નર્મદા જિલ્લા માં મુખ્ય રસ્તાઓ ઉપર તેમજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર પડેલ ખાડાઓ પુરવાનું કાર્ય શરૂ કરવા માં આવેલ છે. અને તાલુકાની નદીઓ ઉપર તૂટેલ પુલો, નાળા અને કોઝવે નું તાત્કાલિક નિર્માણ અને સમારકામ તેમજ ડાઈવર્ઝન નું કાર્ય શરૂ કરવા માં આવશે તે બાબતે ખાડાઓ પુરવાનું કાર્ય શરૂ કરી દીધેલ છે અને બાકીના કામો 2-3 દિવસ માં શરૂ કરવા માં આવશે એવી બાંહેધરી આપવા માં આવતા તારીખ 3/09/2020 નું આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા નું રસ્તા રોકો આંદોલન મુલતવી કરવામાં આવેલ છે.
સાથે આજરોજ તારીખ 1 સપ્ટેમ્બર 2020થી આખા ગુજરાત માં ” ઓક્સિમીટર દ્વારા તમામ લોકો નું ઓક્સિજન તપાસ કરી કોરોના સામે મૃત્યુદર ઘટાડવાની ઝૂંબેશ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવા માં આવેલ છે. જેની શરૂઆત સાગબારા તાલુકા ની સરકારી કચેરીઓ માં થી કરવા માં આવેલ છે.
સૌ પ્રથમ સાગબારા ના મામલતદાર શ્રી રાજુભાઇ વસાવા સાહેબ અને ત્યારે બાદ માર્ગ અને મકાન વિભાગ- ડેડીયાપાડા ના ઈજનેર સાહેબ નું ઓક્સિજન લેવલ તપાસી ઝુંબેશ ની શરૂઆત કરવા માં આવેલ છે.