Site icon Gramin Today

આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ કાર્યક્રમ માટે ડાંગ જિલ્લો સજ્જ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા 

‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ માટે ડાંગ જિલ્લો સજ્જ:

જિલ્લા વહીવટી તંત્રે હાથ ધરી તડામાર તૈયારી:

ડાંગ, આહવા: ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ માટે ડાંગના આંગણે પધારી રહેલા મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમ સંદર્ભે ડાંગ જિલ્લા વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ હાથ ધરી છે.

કોરોના જેવી મહામારીનો હંમેશને માટે પ્રતિકાર કરી શકે તેવા સ્વાસ્થપ્રદ જીવન તરફ પ્રજાજનોને વાળી શકાય તે માટે પ્રાકૃતિક રીતે પકવેલા અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદીનો દૈનિક જીવનમા વપરાશ વધે તે માટે ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમ મિશાલ સાબિત થશે. ત્યારે આ કાર્યક્રમમા પધારનારા મહાનુભાવો, પ્રાકૃતિક ખેતીને વરેલા કૃષકો, તથા પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા લોકો માટેની આનુષાંગિક વ્યવસ્થાઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ શ્રેણીબદ્ધ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે.

મહાનુભાવોના આગમન માટે હેલિપેડ, રસ્તાઓ, મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, નિદર્શન અને વેચાણ માટેના સ્ટોલ્સ, પાર્કિંગ, સુરક્ષા અને સલામતી જેવા મુદ્દે કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે ઘનિષ્ઠ ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

જિલ્લા સેવા સદનના સભાખંડમા આયોજિત આ બેઠકમા આત્મા પ્રોજેકટના ડાયરેક્ટર શ્રી પ્રવીણ માંડાણી સહિત નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગામિત વિગેરેએ ચર્ચામા ભાગ લીધો હતો. 

Exit mobile version