શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સોરાપાડા રેંજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ભારતની નદીઓની ઉજવણી કાર્યક્રમ” નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો;
નર્મદા વન વિભાગની ડેડીયાપાડા તાલુકાની સોરાપાડા રેંજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ભારતની નદીઓની ઉજવણી કાર્યક્રમ” નિમિત્તે રેંજ ફોરેસ્ટ ઓફિસર સોરાપાડા જે.એ.ખોખરના અધ્યક્ષ સ્થાને રેંજ કાર્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા ખામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના સરપંચ, સભ્યો, ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ફોરેસ્ટ સ્ટાફ હાજર રહયા. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓને રેંજ ફોરેસ્ટ ઓફિસર સોરાપાડા ધ્વારા જૈવિક વિવિધતા અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.
આ પ્રસંગે રેંજ ફોરેસ્ટ ઓફિસર સોરાપાડા જે.એ.ખોખર, ફોરેસ્ટર મગનભાઈ વસાવા, તેમજ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તેમજ શાળા ના શિક્ષકો, તેમજ ગામના આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.