શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
જય જલારામ આંખ ની હોસ્પિટલ રાજપીપળા અને રાષ્ટ્રીય સેવા યોજના ના સંયુક્ત સહકાર થી આંખ નિદાન કેમ્પ યોજાયો;
ડેડીયાપાડા તાલુકાના નિંગટ ખાતે જય જલારામ આઈ હોસ્પિટલ રાજપીપળા અને રાષ્ટ્રીય સેવા યોજના ના સંયુક્ત સહકાર થી નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં જય જલારામ આઈ હોસ્પિટલના ડોકટર તેજસ જોશી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, અને રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા નાં પ્રિન્સિપાલ શ્રી તેમજ સ્ટાફ અને NSS કેમ્પ નાં વિદ્યાર્થીઓ જેમનું નેતૃત્વ કિરણ જોશી એ કર્યું હતું, અને શાળા ના આચાર્ય શ્રી, સરપંચ શ્રી નવસારી થી આવેલ કૃષિ યુનિવર્સિટી નાં અઘ્યાપકો તેમજ નિંગટ ગામ ના ગ્રામજનો મળી ૩૮૦ ઓપીડી, તેમજ ૧૪૦ ચશ્મા વિતરણ કરાયા, અને ૩૯ મોતિયાનાં દર્દીઓ, ૪ વેલ નાં દર્દીઓ ની ડોકટર તેજસ જોશી દ્વારા તપાસ કરી સારવાર આપવામાં આવી હતી, અને ડોકટર તેજસ જોશી તેમજ જય જલારામ આઈ હોસ્પિટલના ઓએ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.