Site icon Gramin Today

અહિયાં થતાં વિકાસ કામોમાં કોન્ટ્રાક્ટની દાદાગીરી કે પછી તંત્રની બેદરકારી કહેશો?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગામ માંથી નેત્રંગ – દેડીયાપાડા જવા માટે આજ એક માત્ર રસ્તે થઈ  જવું પડે છે. પણ ચોમાસાની શરૂઆતનો વરસાદ આવવાથી ગાડીઓ ફસાઈ જાય છે… તેથી લોકો અને રાહદારીઓ  તકલીફમાં મુકાઈ જાય છે,

નર્મદા જીલ્લાનાં દેડીયાપાડા તાલુકાના મંડાળા – ગારદા ગામને જોડતા રોડ પર ગરનાળનું વિકાસ કામ ધીમી ગતીએ અને મનસ્વીપણે  ચાલતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

.

ડેડીયાપાડાનાં  મંડાળા, ગારદા, ખામ, ભૂટબેડા ને જોડતા રોડ પર ગારદા ગામ માં હનુમાનજી ના મંદિર પાસે ગરનાળાનું કામ ચાલી રહ્યું છે, જ્યાં કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ પ્રકારની ડ્રાઈવરઝન માટે કામ ચલાઉ વિકલ્પ ઉભો નહિ કરવો  અને  કોઈપણ  પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યા નથી,  તેમજ આટલા  બધાં ગામનાં લોકોને ચોમાસામા બહાર જઈ શકાય એવો બીજો કોઈ વિકલ્પ  નથી. ગામમાંથી નેત્રંગ – દેડીયાપાડા જવા માટે આજ એકમાત્ર  રસ્તે થી જવું પડે છે. પણ ચોમાસા માં વધુ વરસાદ આવવા થી ગાડીઓ ફસાઈ જાય છે… તેથી તકલીફમાં લોકો મુકાઈ જાય છે, અને દૂધ વાહન, તેમજ દરરોજ નોકરી પર જનારા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે, ચોમાસામાં આ ગરનાળાની કામગીરી શરૂ કરતાં બીમાર દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવું પડે છે. તસ્વીરમાં દેખાતી ગાડી મારુતિ વાનનાં ડ્રાઈવરે જણાવ્યુંકે હમો બીમાર વ્યક્તિને ગાડીમાં ગામ થી સારવાર અર્થે  દેડિયાપાડા  લઇ જઈ રહયા છીએ,  જ્યારે ગારદા થી મોટા જાંબુડાને જોડતા રોડ પર પણ પુલની હાલત ખરાબ હોવા થી તેમજ વરસાદ માં કાદવ, કિચ્ચડ પડવાથી આ રસ્તા પર પણ જવું મુશ્કેલ છે, જેથી કરીને વહેલી તકે આ ગરનાળાનું કામ પૂર્ણ થાય અને ડાયવર્ઝન વાળી જગ્યાને અવરજવર લાયક તાત્કાલિક બનાવે  એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

Exit mobile version