Site icon Gramin Today

અભ્યમ્ -181મહિલા હેલ્પલાઇન વલસાડ દ્વારા કોવિડ-19 વિષે જનજાગૃતિ કાર્યક્રમ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઈ માહલા 

અભ્યમ્ -181મહિલા હેલ્પલાઇન વલસાડ દ્વારા કોવિડ-19 વિષે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો: 

અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા મુશ્કેલી મા મુકાયેલ મહિલાઓ ને મદદ, માર્ગદર્શન અને બચાવ કરવામાં આવી રહેલ છે ત્વરિત મહિલાઓ ને મદદરૂપ બનતા અભયમ હેલ્પલાઇન ને સારો પ્રતિભાવ મળી રહેલ છે અભયમ સેવા નો વધુ મા વધુ મહિલાઓ લાભ મેળવે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તાજેતર મા કોરોના મહામારી થી દેશ અને દુનિયા એના માઠા પરિણામો મળ્યા છે અને હવે આગામી સમય મા પણ તેની સામે કાળજી લેવી અત્યંત આવસ્યક છે સરકારશ્રી ના આરોગ્ય વિભાગે જાહેર કરેલ ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે અભયમ વલસાડ ટીમ દ્વારા શેગવી ગામે ગ્રામ્યજનો માટે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં વ્યક્તિગત સ્વછતા, માસ્ક નો ઉપયોગ કરવો, ગામ ની જાહેર સ્વચ્છતા, રોગ પ્રતિકારક શક્તિ મા વધારો કરવો, સૅનેટાઇઝર કે સાબુ થી હાથ સાફ કરવા અને કોઈપણ આરોગ્ય લક્ષી તકલીફ હોય તો તાત્કાલિક સારવાર લેવી વગેરે મુદ્દા ઓમા સરળ માહિતી આપવામાં આવી હતી. 

મહિલા કાઉન્સેલર પ્રિયંકાબેન ચૌધરી અને મહિલા પોલીસ અધિકારી શ્રીમતી મીનાબેન પટેલ દ્વારા ગ્રામ્યજનો ને મહામારી સામે રક્ષણ મેળવવા હાકલ કરી હતી.

Exit mobile version