Site icon Gramin Today

અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓની ૧૬ SC કન્યાઓને અનાજ કીટનું વિતરણ કરાયુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : સરકાર દ્વારા સરકારી શાળાઓ માં ST કન્યાઓને અનાજ માં ઘઉંનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ SC કન્યાઓ પણ જરૂરિયાતમંદ હોવા છતાં તેમને આ લાભ મળતો ન હોય એ બાબત રાજપીપળા ની અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન ના ધ્યાન પર આવતા “અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન” દ્વારા આ જરૂરી કાર્યની આજથી શુભ શરૂઆત કરાઈ છે, જેમાં પ્રાયોગિક ધોરણે હાલ વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ આગળ જતાં હજુ વધુ લાભો આ કન્યાઓ ને મળે તેવા આશય સાથે અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા આજે શરૂઆત કરવામાં આવી, જેમાં સંસ્થાના આદ્યસ્થાપક કિરીકુમાર સોની તેમજ હસુમતીબેન સોની હાજર રહ્યા હતા, શરૂઆતના પ્રથમ દિવસે ઘઉં,ચોખા ખાંડ,તુવેર દાળ અને તેલની એક કીટ બનાવી આ કીટ કુલ ૧૬ કન્યાઓ ને વિતરણ કરવામાં આવી હતી, આગળ જતાં જેમ વધુ દાતાઓ મળતા જશે તેમ વધુ કન્યાઓને આ કીટનો લાભ આપવામાં આવશે તેમ સંસ્થા દ્વારા જાણવા મળ્યું હતું.

Exit mobile version