Site icon Gramin Today

અજમલગઢ ખાતે નિવૃત ચીમનભાઈ બી. ગાંવિત મિયાંઝરી વાળાનો સત્કાર સમારંભ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: કમલેશ ગાંવિત, વાંસદા 

અજમલગઢ ડુંગરના સાનિધ્યમાં નિવૃત ચીમનભાઈ બી. ગાંવિત મિયાંઝરી વાળાનો સત્કાર સમારંભ યોજાયો:

રેલવે વિભાગ માં મુંબઈ ખાતે 32 વર્ષ સુધી ફરજ બજાવી વય નિવૃત ચીમનભાઈ બી. ગાંવિતનો સત્કાર સમારંભ આજરોજ અજમલગઢ ડુંગરના સાનિધ્યમાં યોજાયો: 

વાંસદા તાલુકાના પ્રખ્યાત ધાર્મિક અને એતિહાસિક પ્રવાસન ધામ એવાં અજમલગઢ ડુંગર પર હનુમાનજી મંદિરના પરિસરમાં દિવ્યયોગ પરિવાર શિવયોગ સેવા સંસ્થાના પરમ પૂજ્ય સંત મહિષા બાપુના સાનિધ્યમાં નિવૃત રેલવે કર્મચારી ચીમનભાઈ બી. ગાંવિત મિયાંઝરી વાળાનો સત્કાર સમારંભ યોજાયો હતો.

મહેમાનોને સન્માન વિધિ દીપ પ્રાગટ્ય કરી નિવૃત ચીમનભાઈને ફુલહાર અને સાલ ઓઢાડી સન્માનિત કરાયું હતું. આજના કાર્યક્રમ માં તાલુકા પ્રમુખ શાંતુભાઇ, ઉપ પ્રમુખ દસરથભાઈ, કારોબારી રસિકભાઈ, ભાજપ પ્રમુખ મુકેશભાઈ, તાલુકા શાસક પક્ષના નેતા બિપીનભાઈ, ચીખલી તાલુકા પ્રમુખ કલ્પનાબેન, જિલ્લા યુવા ઉપ પ્રમુખ વિશાલભાઈ, જિલ્લા મહામંત્રી ગણપતભાઈ, મણિલાલ ગાંવિત નાઓ સૌએ ઉદ્દબોધન કરી આશીર્વાદ પાઠવ્યા હતાં. આ પ્રસંગે તેમના ધર્મ પત્ની માજી જિલ્લા ઉપ પ્રમુખ ગીતાબેન ગાંવિત, ચીખલી ભાજપ મહામંત્રી દિનેશભાઇ મહાકાળ, જિલ્લા સદસ્ય સુમિત્રાબેન અને અંબાબેન, જિલ્લા શાસક પક્ષ શિવેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા મંત્રી પિયુષભાઈ પટેલ, ચીખલી અને વાંસદા સદસ્યશ્રીઓ,  સરપંચશ્રીઓ ગામના તથા સગા સબંધીઓએ આજના આયોજિત કાર્યક્રમ માં નિવૃત રેલવે કર્મચારી ચીમનભાઈ બી. ગાંવિત મિયાંઝરી વાળાને સારા આરોગ્ય અને સુખી અને સમૃદ્ધ જીવન ના આશીર્વાદ પાઠવ્યા હતાં.

Exit mobile version