Site icon Gramin Today

અંધશ્રદ્ધા માંથી મુક્ત કરાવતા અભ્યમ્ 181મહિલા હેલ્પલાઇન ડાંગ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

બાધા નો દીકરો વારે વારે બીમાર પડી જાય છે તેવી અંધશ્રદ્ધા માંથી મુક્ત કરાવતા અભયમ 181મહિલા હેલ્પલાઇન ડાંગ. 

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના ટાંકલીપાડા પાસેના ગામના સજલીબેન ને એક દીકરો છે જેઓનું પરિવાર શેરડી કાપવાની મજૂરી કરી જીવન નિર્વાહ કરે છે જેઓ ને સંતાનના હોવાથી તેઓ એ બાધા (ટેક )રાખી હતી કે તેમને દીકરા નો જન્મ થશે તો તેઓ કોઈ ના ઘર નું જમશે નહીં કે પાણી સુદ્ધાં નહીં પીવે. જેઓ મજૂરી કામ કરવા અવાર નવાર બહાર જાય છે ત્યારે આવી બધાને લઇ ને ખુબ તકલીફ વધે છે તેમના પતિ અને સાસુ તેમને જમાડે તો જમતા નથી તેમને શંકા રહે છે કે તેઓ બહાર નું પાણી પીવે છે માટે દીકરો અવાર નવાર બીમાર પડે છે,

આ કારણ થી તેઓ પોતાના પરિવાર સાથે શેરડી કાપવાની મજૂરી એ ગયા ના હતા જેથી તેમના સાસુ અને પતિ એ મારમારી ઘરે મૂકી ને નીકળી ગયા હતા. 

અભયમ ટીમે તેઓ નું કાઉન્સેલિંગ કરી આવી ગેર માન્યતાઓ માંથી બહાર નીકળવા માર્ગદર્શન આપ્યું હતું અને શરીર માટે નિયમિત ખોરાક અને પૂરતી માત્રા મા પાણી પીવા સલાહ આપી હતી તેઓ કેટલાક દિવસ ના ભૂખ્યા હોઈ તેમના જેઠ જેઠાણી ને સમજાવી અનાજ આપવી જમવાનું બનાવડાવ્યું હતું.

અંતરિયાળ વિસ્તાર મા કેટલીક માન્યતાઓ ને કારણે પોતે અને પરિવાર હેરાન થાય છે તેવો કિસ્સો અભયમ 181મહિલા હેલ્પલાઇન સમક્ષ આવતા તેઓ નું કાઉન્સેલિંગ કરી અંધશ્રદ્ધા માંથી મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Exit mobile version