Site icon Gramin Today

૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રાથમિક શાળા ગારદા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રાથમિક શાળા ગારદા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો;

આંતરાષ્ટ્રિય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી.સર્જન વસાવાના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો:

 દેડીયાપાડા :- દેડીયાપાડા તાલુકામાં તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે પ્રાથમિક શાળા ગારદા (દેડીયાપાડા) ખાતે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી.સર્જન વસાવાના હસ્તે સવારે ૯:૦૦ કલાકે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ માં શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રથમ સત્ર વર્ષ ૨૦૨૧-૨૨ નાં પ્રાથમિક શાળા ગારદા નાં શિક્ષક શ્રી.ચંપકભાઈ દામજીભાઈ વસાવા ને પ્રથમ સત્ર દરમ્યાન સમગ્ર કલસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્ય પૂર્ણ પ્રયોગો,સામજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહ પૂર્વક સક્રિય યોગદાન આપેલ છે. જે બાબતે સી.આર.સી.અલ્માવાડી કો-ઓર્ડીનેટર શ્રી.સતિષભાઈ આર.વસાવા દ્વારા પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

“માનવ સેવા રાષ્ટ્ર” સેવાનાં સિદ્ધાંત પર કાર્ય કરતી આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાનાં તમામ બાળકોની શિક્ષણ પ્રત્યેની રસ અને રૂચી વધે તે હેતુથી આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ વતી શિક્ષણ કાર્યમાં ઉપયોગી બને તે માટે નોટબુક, સહિત સ્ટેશનરીની ચીજ વસ્તુઓ આપી તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આદિવાસી વિસ્તાર નાં તમામ બાળકો નિયમિત શાળાએ આવે તે માટે એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેનાર આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી.સર્જન વસાવા, સી.આર.સી.અલ્માવાડી કો-ઓર્ડીનેટર શ્રી.સતિષભાઈ આર.વસાવા, આચાર્ય શ્રી.ચંપકભાઈ વસાવા, મદદનીશ શિક્ષિકા જ્યોત્સનાબેન વસાવા, આગણવાડી બહેનો, ગામના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version