Site icon Gramin Today

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આહવા એસ.ટી. ડેપો ખાતે તિરંગા યાત્રા યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આહવા એસ.ટી. ડેપો ખાતે તિરંગા યાત્રા યોજાઈ:

દિનકર બંગાળ, આહવા: દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવા અને નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી જગાવવા માટે ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તા. 13/8/2026ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા આહવા એસ.ટી. ડેપો ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં એસ.ટી. નિગમના અધિકારીઓ-કર્મચારીઓ સહિત ઉપસ્થિત સૌએ હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી દેશભક્તિના નારા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ડેપો પરિસર તિરંગાના રંગોથી શોભી ઉઠ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે પણ કર્મચારીઓ અને ઉપસ્થિત નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

‘હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત કરવાનો છે. આ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

આહવા એસ.ટી. ડેપો ખાતે યોજાયેલી તિરંગા યાત્રાએ ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ‘તિરંગા આપણું ગૌરવ’નો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો.

Exit mobile version