Site icon Gramin Today

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઓટલા બેઠકનું ભારતીય જનતા પાર્ટી દ્વારા ડાંગમાં પ્રારંભ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઈ માહલા 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દરેક પક્ષોએ મતદાતાઓને રીઝવવા કામે લાગી ગયા છે, ત્યારે ડાંગ જીલ્લામાં ઓટલા બેઠક કરવાનુ પ્રારંભ કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લા માં સત્તાવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા આજથી જવાબદાર પદાધિકારીઓની નિયુક્તી કરી ઓટલા બેઠક કરવાનુ પ્રારંભ કરવામાં આવ્યું હતું. 
આજરોજ આહવા-1 જિલ્લા સીટમા સમાવિષ્ટ બૂથ નંબર-178 (દત્તનગર-માજીરપાડા) વિસ્તારના દત્તમંદિરના પટાંગણ ખાતે શ્રી પરમ કૃપાળુ દત્ત ભગવાનને શ્રીફળ વધેરી બેઠકની શરૂઆત કરવામા આવી હતી. સદર  બેઠક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય દશરથભાઈ પવાર, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી તેમજ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેશભાઈ ગવળીના અધ્યક્ષપણા હેઠળ યોજવામા આવી હતી. બેઠકમા વોર્ડ મેમ્બર મહેન્દ્રભાઈ ગવાંદે, શક્તિકેન્દ્ર-1 ના પ્રમુખ વિશ્વનાથભાઈ મહાલે, તાલુકા સદસ્યા શ્રીમતિ અલ્કાબેન હીરા, ભાજપા ઉપપ્રમુખ શ્રીમતિ દક્ષાબેન પટેલ, દિપકભાઈ પીંપળે, પ્રવિણભાઈ આહિરે, સિદ્ધાર્થભાઈ હીરે જેવા તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથભાઈ પવાર સાહેબ દ્વારા પ્રદેશ ભાજપા અધ્યક્ષ આદરણીય સી.આર.પાટીલ સાહેબનો મોબાઈલના માધ્યમથી 02612300000 ડાયલ કરી ભાજપા સરકારની યોજનાકીય માહિતીનો મહત્તમ લાભ કઈ રીતે લઈ શકાય?   આ નવતર અને  ઉમદા પ્રયોગ બાબતે ઉપસ્થિત તમામ લોકોને માહિતગાર કરવામા આવેલ હતા.

Exit mobile version