Site icon Gramin Today

સુરત જિલ્લાના કામરેજમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત યથાવત છે ત્યારે વરસાદનું જોર પણ યથાવત્ રહ્યું હતું.  છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હતો,ત્યારે  સુરત જિલ્લાનાં  કામરેજમાં અચાનક જ મુશળધાર વરસાદ તૂટી પડતાં ગટરનો અભાવ હોવાથી વરસાદી પાણી ભરાયા હતાં, જેથી રસ્તાની સાઇડ પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ડુબી ગયા હતાં, ગટરનાં અભાવે વરસાદનું પાણી રસ્તા પર આવી જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો, સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રણમાં લઈ રસ્તો ખુલ્લો કરાયો હતો અને વાહનવ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો, સ્થાનિક તંત્ર દ્વારા ગટરની વ્યવસ્થા કરાઇ નથી, જેથી ને.હા.નં.૮ પરથી પસાર થતાં વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો,હવે જોવું એ રહ્યુ કે તંત્ર દ્વારા આ સમસ્યાને ધ્યાને લેવાઇ છે કે નહી અને એનુ કોઇ નિરાકરણ આવે છે કે નહિં ?

Exit mobile version