Site icon Gramin Today

સુરત જિલ્લાનાં ઝરણી ગામમાં પ્રાથમિક સુવિધા માટે આજે પણ લોકોને વલખા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝરણી ગામમાં નિશાળ ફળિયામાં પીવાના પાણીના વલખાં પડી રહ્યા છે, અહીંના લોકો ને પીવાના પાણીનો એક માત્ર વિકલ્પ પ્રોટેકશન વોલ વગરનો કુવો અહી આવેલો છે, જેમાં વરસાદી ચોમાસાનું ગંદુ પાણી આ કૂવામાં જાય છે, અહીંના સ્થાનિક લોકો દરરોજ આજ કૂવાનાં પાણીનો વપરાશ કરતા હોવાથી આ વિસ્તારની પ્રજા આજ કુવાનું પાણી પીવા માટે મજબૂર બની છે, અને અહી આ ગામમાં નળ છે પણ તેમાં પાણી નથી, હવારા છે પણ ખાલીખમ પડ્યા છે, સમ કુવા બનાવ્યા છે પણ આ ગામને એમાંથી પાણી મળતું નથી, વાંકલ ગ્રામ પંચાયત હોવા છતાં ઝરણી થી વેરાવી થઈ વાંકલ સુધી આવતો રસ્તો આઝાદીના સમયથી આજ દિન સુધી બન્યા નથી, અને આ ગ્રામ્ય વિસ્તારોના લોકોને આવાજ બિસ્માર ધૂળિયા રસ્તેથી પસાર થવાનો વારો આવે છે, ઝરણી ગામથી સરકારી કોલેજ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, પ્રાથમિક સુવિધાથી વંચિત આ ગામ માટે ફક્ત વોટ બેન્ક માટે ઉપયોગ કરવામાં આવતો હોય એવો અહેસાસ કરાવે છે, હવે સ્થાનિક તંત્ર દ્વારા આ ગામ પર તંત્રની નજર જાય છે કે જોવું રહ્યું?

Exit mobile version