Site icon Gramin Today

સુબીર તાલુકાના એક ગામ માં પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી અભ્યમ ટીમ ડાંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સુબીર તાલુકાના એક ગામ માં પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી મહિલા અભ્યમ 181 ટીમ ડાંગ 

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં રહેતી પીડિત બેન ને મળતા જાણવા મળેલ કે તેમના લગ્ન ને 22 વર્ષ થયેલ છે અને તેમના 3 બાળકો છે (ગંગાબેન) નામ બદલેલ છે બેન ના જણાવ્યા મુજબ તેમના પતિ નું અન્ય સ્ત્રી સાથે સંબંધ પત્ની ને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી અવર નવર છૂટાછેડા આપવાની ધમકી આપતા હોવાથી પીડિત મહિલા એ મહિલા હેલ્પલાઇન ૧૮૧ ટીમ ને ફોન કરી મદદ માંગી હતી સદર બેન ની વાત સાંભળ્યા બાદ અભયમ ટીમ ડાંગ ના કાઉન્સેલર દિપીકાબેન અને કોન્સ્ટેબલ સંગીતાબેન સામાપક્ષ ના મહિલાના પતિને સમજણ આપતા કાયદાકીય માહિતી આપી અને પત્નીના હક્કો અને અધિકારો વિશે માહિતી આપી તેમજ આજ પછી આવો ઝઘડો નહીં થાય તેની તેના પતિએ બાંહેધરી આપેલ છે,  મહિલા પતિને તેમની ભૂલ સમજાવતા તેઓ અન્ય સ્ત્રી સાથે સંબંધ નહીં રાખવા અને પત્ની અને બાળકોને સારી રીતે રાખશે જેની બહેદરી આપેલ છે પોતાની ભૂલ સ્વીકારી માફી માગેલ છે આમ પારિવારિક ઝઘડાનો સુખદ સમાધાન કરાવેલ છે

પત્રકાર : રામુભાઇ માહલા આહવા ડાંગ, 

Exit mobile version